આપણી વચ્ચે અબાધિત કાળનાં પોલાણ છે
આપને પણ જાણ છે ને હા, મને પણ જાણ છે.
– ચિનુ મોદી

યાદ – મનોજ ખંડેરિયા

વૃક્ષ ઊભું યાદ જેવું લાગે છે
કોઇ લીલા સાદ જેવું લાગે છે.

કેમ ફૂલો ભરવસંતે આથમતાં ?
બાગમાં વિખવાદ જેવું લાગે છે.

સાવ ઓચિંતા ફૂટ્યાં તૃણો બેહદ,
માટીમાં ઉન્માદ જેવું લાગે છે.

આમ તો ખાલીપણું રડ્યા કરતું,
જે નગારે નાદ જેવું લાગે છે.

ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની
ક્યાંક બહુ વરસાદ જેવું લાગે છે.

– મનોજ ખંડેરિયા

7 Comments »

  1. rajul said,

    October 21, 2015 @ 4:33 AM

    Mast mast gazal..

  2. KETAN YAJNIK said,

    October 21, 2015 @ 7:05 AM

    તમે કોઈ દિવસ સમી સાંજે એકલા બારી પાસે બેઠાં છો?
    સહનશીલતા બારીની બહાર ઉભરાઈ રહી છે.
    વેધક અનુભૂતિ મનોજભાઈ

  3. yogesh shukla said,

    October 21, 2015 @ 2:12 PM

    વાહ ,,વાહ ..કવિ શ્રેી ,…

  4. MAheshchandra Naik said,

    October 21, 2015 @ 5:07 PM

    સરસ ગઝલ,કવિશ્રીને અભિનદન્…આપનો આભાર……

  5. Vijay said,

    October 21, 2015 @ 9:11 PM

    What can say about manor.
    We we were class mate in bahaudin college in junagadh.
    He is no longer with us.he visited USA he stayed with me in Chicago for week.
    I am missing him,his shayari ,and he was great.
    We all miss him.
    Thanks for e mail.
    Tribute my great friend manor where ever you you are still in our heart
    Vijay usa

  6. Girish Parikh said,

    October 23, 2015 @ 1:18 AM

    ઉપરની પોસ્ટ વિશેઃ
    આપ ડો. વિજય દવે છો? મનોજની ગઝલોનો હું પણ આશિક છું અને મનોજના પસંદ કરેલા શેરોનો આનંદ કરાવતું “મનોજના શેરોનો આનંદઃ મનોજની ખોજ” નામનું પુસ્તક લખવા મેં વિચારેલું.
    મનોજના કેટલાક શેરો વિશે http://www.GirishParikh.com બ્લોગ પર લખ્યું પણ છે.
    યોગ્ય સ્પોન્સોર મળે તો જ “મનોજના શેરોનો આનંદઃ મનોજની ખોજ” પુસ્તક હું લખી શકું એમ છું.
    “આદિલના શેરોનો આનંદ” પુસ્તક પ્રગટ કરવાના મારા અનુભવ પછી હું ઉ પરના નિર્ણય પર આવ્યો છું.

  7. Girish Parikh said,

    October 23, 2015 @ 1:20 AM

    બ્લોગનું નામ http://www.GirishParikh.wordpress.com છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment