કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બબ્બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી.
‘શૂન્ય’ પાલનપુરી

અકડુ ઈતિહાસ – હાવર્ડ ઓલ્ટમેન (અનુ. ધવલ શાહ)

ઈતિહાસ ગાદી પર બીરાજે છે
બારી બારણાં વિનાના ઓરડામાં.
સવારમાં એ બારણું શોધવા ખાંખાખોળા કરે છે,
ને બપોર વામકુક્ષિમાં કાઢે છે,
મધરાતના ટકોરે
આળસ મરડીને એ નિસાસો મૂકે છે.
એ સમયને જાળવે છે ને ભૂલી પણ જાય છે.
એ પોતાનુ મહત્વ જાણે છે ને ભૂલી પણ જાય છે.
કોઈ વાર એ ગાદીને પગથિયું સમજી બેસે છે
ને કોઈ વાર જાણે એને માટે ગાદી જેવું કંઈ છે નહીં.
છેવાડેથી એ તદ્દન અલગ જ દેખાય છે.
ગાંડપણમાં એ કોઈને ગાંઠે એમ નથી.
ઈતિહાસ ગાદી પર બીરાજે છે
આપણા બધાના ઘરથી બહુ ઉચે.

– હાવર્ડ ઓલ્ટમેન
(અનુ. ધવલ શાહ)

*

આ મજાની કવિતાનો અનુવાદ કરવા જતાં હું full moonવાળી લીટીમાં અટવાયો. એટલે મેં ધવલ નામની સંકટ સમયની સાંકળ ખેંચી. એણે એ એક લીટીના જવાબમાં આખી જ કવિતાનો અનુવાદ કરી મોકલ્યો. એનો અનુવાદ મારા અનુવાદ કરતાં એટલો સહજ હતો કે મેં મારા અનુવાદને રદિયો આપી દીધો.

શાળામાં હોઈએ ત્યારે ફરજિયાતપણે અને એ પછી મરજીયાતપણે પણ આપણે એક યા બીજા કારણોસર ઈતિહાસના સંસર્ગમાં રહેતાં હોઈએ છીએ. અહીં કવિએ ઈતિહાસનું Personification કરીને ઈતિહાસને એક અલગ જ આયામથી આપણી સમક્ષ રજૂ કર્યો છે.

*
Holding Posture

History sits on a chair
in a room without windows.
Mornings it searches for a door,
afternoons it naps.
At the stroke of midnight,
it stretches its body and sighs.
It keeps time and loses time,
knows its place and doesn’t know its place.
Sometimes it considers the chair a step,
sometimes it believes the chair is not there.
To corners it never looks the same.
Under a full moon it holds its own.
History sits on a chair
in a room above our houses.

– Howard Altmann

“This short poem was conceived in Lisbon, where the light never rests on its laurels. It was put to bed a few years later in New York City, where the light crowds out the stars.”
—Howard Altmann

8 Comments »

 1. CHENAM SHUKLA said,

  October 10, 2015 @ 3:44 am

  ખરેખર સાહજિક અનુવાદ કર્યો છે ધવલભાઈએ ….ઈતિહાસને જ વાગોળીને શું થશે …ઈતિહાસ બને તેવું કાર્ય કરી શકાય તોય ઘણું .

 2. મીના છેડા said,

  October 10, 2015 @ 3:58 am

  વાહ!

 3. Poonam said,

  October 10, 2015 @ 4:19 am

  V Nice…

 4. s.k.solanki said,

  October 10, 2015 @ 12:49 pm

  Saras…kavyana anubandh ne jalavi ne itihaasne varnvyo

 5. perpoto said,

  October 11, 2015 @ 12:26 am

  છેલ્લી પન્કતિ ક્દાચ આમ પણ ..મઝા પડે
  ઇતિહાસ ખુરશી પર બિરાજે છે
  ઘરને ખૂણે, ઘરથી ઉંચે

  જોકે ધવલભાઈનો અનુવાદ કબિલેદાદ છે..

 6. perpoto said,

  October 11, 2015 @ 12:27 am

  કાબિલેદાદ

 7. mahesh da;lal said,

  October 11, 2015 @ 10:48 am

  ખુબ સરર્સ્.. અને સરસ કલ્પના

 8. yogesh shukla said,

  October 12, 2015 @ 8:46 pm

  ઈતિહાસ શીખવો ફરજીયાત છે પણ જો સાચ્ચો લખાયો હોય તો ,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment