તડકો વરસતો શ્હેર પર આખો દિવસ, પછી
કોરા ન થાય ત્યાં સુધી રસ્તાઓ ઝળહળે.
કુલદીપ કારિયા

એકનાં બે ન થાય – સ્નેહી પરમાર

એકનાં બે ન થાય એવાં છે.
તોય મોહી પડાય એવાં છે.

હાથ ઝાલે તો એના આધારે,
ઊંચે ઊડી શકાય એવાં છે.

ખૂબ ટૂંકો પનો છે ચાદરનો,
તોય એમાં સમાય એવાં છે.

માર્ગ કેવા છે એની ઝુલ્ફોના ?
હાથ સોનાના થાય એવા છે.

એની સાથેના અણબનાવો પણ
એક તોરણ ગુંથાય એવાં છે.

– સ્નેહી પરમાર

કેવી મજાની ગઝલ ! નજર લાગી જાય એવી…

12 Comments »

 1. Rajnikant Vyas said,

  September 24, 2015 @ 3:11 am

  પ્રેમની સુંદર અભિવ્યક્તિ!

 2. Rina said,

  September 24, 2015 @ 3:12 am

  beautiful

 3. rekha said,

  September 24, 2015 @ 4:39 am

  વાહ્!મજા આવી….

 4. સુનીલ શાહ said,

  September 24, 2015 @ 11:09 am

  ખૂબ ટૂંકો પનો છે ચાદરનો
  એય એમાં સમાય એવાં છે

  આ શેર સ્નેહીભાઈની ફેસબુકવૉલ પર આમ છે.

  ખૂબ સુંદર ગઝલ…

 5. Hatim Thathia Bagasrawala said,

  September 24, 2015 @ 2:20 pm

  Snehi Parmar khub khub abhinandan.ek sundaratee sundar rachna aapva badal. Sorath ni dharti ma ek 6 akshar nu naam hatu pan te bhutkal ne tame evij rachana oaapi sadakaal karsho evi j apeksha.

 6. Girish Parikh said,

  September 24, 2015 @ 3:24 pm

  આ ગઝલ વિષે મારાથી http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર લખ્યા વિના નહીં રહી શકાય !

 7. yogesh shukla said,

  September 24, 2015 @ 4:20 pm

  તંગ પનો છે મારી ચાદરનો,
  તોય એમાં સમાય એવાં છે.

  વાહ કવિ શ્રી વાહ

 8. “એકનાં બે ન થાય” | Girishparikh's Blog said,

  September 24, 2015 @ 7:51 pm

  […] બે ન થાય” ગઝલ પોસ્ટ કરી છે. લીંકઃ http://layastaro.com/?p=13090 . ગઝલ વાંચતાં જ મારાથી Layastaro પર પ્રતિભાવ […]

 9. Snehi parmar said,

  September 25, 2015 @ 10:00 am

  Khub abhar Vivek bhai

  Sunil shah ji kharu

  Em j chhe

  Khub tunko pano che chadar no

  Mari type bhulthi aa thayu chhe

 10. sudhir patel said,

  September 26, 2015 @ 12:09 am

  ખૂબ સુંદર ગઝલ! ફરી અહીં માણવી ગમી!
  સુધીર પટેલ.

 11. વિવેક said,

  September 27, 2015 @ 1:35 am

  @ સુનીલભાઈ:
  ભૂલ સુધારી લીધી છે…. આભાર…

 12. jagdip nanavati said,

  November 7, 2015 @ 4:23 am

  Joganujog…
  અેકના બે ના થયા તે ના થયા
  જીંદગી અાખી પછી અેના થયા

  અામ તો ભાષા અમારી મૌન છે
  તો ભલા પડઘા બધે શેના થયા

  કંઇક દસ્તાવેજ ઢળતાં સૂરજે
  બેકરારી સાંજ અંગેના થયા

  જામ લઇ, તસ્બી બીજા હાથે લીધી
  ને દિવાને અામ, બન્નેના થયા

  કશ્મકશ નામે તમારા શહેરના
  લ્યો અમે રસ્તાઅો વચ્ચેના થયા
  જગદીપ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment