મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

પંખી – રાવજી પટેલ

કદી આંખમાંથી ઊડી જાય પંખી,
કદી આંખ વચ્ચે પડી ન્હાય પંખી.

અટારી નીચે વૃક્ષ ઊગ્યું’તું મનમાં,
વિચારો થઈ આજ અટવાય પંખી.

કરી પાંખ પ્હોળી ઉભય ગાલ ઉપર,
તમારા ચહેરાનું મલકાય પંખી.

નર્યાં ફૂલ વચ્ચે રહી રહીને થાક્યું,
હવે શબ્દ થઈને આ અંકાય પંખી.

પણે ડાળ આંબાની ટહુક્યા કરે છે,
પણે રાત આખી શું વેરાય પંખી.

હજી જીવું છું એનું કારણ છે એક,
હજી શ્વાસમાં એક સંતાય પંખી.

– રાવજી પટેલ

રાવજી પટેલની ગઝલ જૂજ વાંચી છે. આ ગઝલમાં પંખી રૂપક દરેક શેરમાં જુદો અર્થ ધારણ કરે છે – ક્યાંક એ desire છે તો ક્યાંક એક ભ્રમણા છે…..

9 Comments »

 1. yogesh shukla said,

  September 15, 2015 @ 1:35 pm

  વાહ , વાહ ,,,
  હજી જીવું છું એનું કારણ છે એક,
  હજી શ્વાસમાં એક સંતાય પંખી.

 2. perpoto said,

  September 16, 2015 @ 3:38 am

  રાવજી વેદનાનું પારેવડું….
  તેમને મારું ફોટોકુ અર્પણ..

  ક્યાં હતી જાણ
  આ પાર , તે પાર, છું
  પંખી પીછું છું

 3. Harshad V. Shah said,

  September 16, 2015 @ 5:31 am

  very good song

 4. Dhaval Shah said,

  September 16, 2015 @ 9:28 am

  હજી જીવું છું એનું કારણ છે એક,
  હજી શ્વાસમાં એક સંતાય પંખી.

  – વાહ !

 5. KETAN YAJNIK said,

  September 16, 2015 @ 9:50 am

  ક્યાંક શમણા છે ને ક્યાંક સ્મરણ છે, ક્યાંક રાવ છે ને ક્યાંક રાવ જી। …..

 6. Harshad said,

  September 16, 2015 @ 3:10 pm

  Like it. Love it. Beautiful….!

 7. MAheshchandra Naik ( Canada ) said,

  September 16, 2015 @ 9:13 pm

  વાહ,સરસ પક્તિઓ,થોડામાં ઘણૂ કહી દેવાયુ છે……

 8. CHENAM SHUKLA said,

  September 18, 2015 @ 6:54 am

  હજી શ્વાસમાં એક સંતાય પંખી…..
  વાહ ….માણસ અને પંખી વચ્ચેની અદ્ભુત સામ્યતા દર્શન

 9. ફોટોકુ - ૨૦૧૫ – ૩૧ - વેબગુર્જરી said,

  September 30, 2015 @ 3:00 pm

  […] પંખી – રાવજી પટેલ […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment