તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.
બેફામ

અકળને તાગો – ભગવતી પંડ્યા

સાગરતળિયે સોય સૂતી ને વાદળ વચ્ચે ધાગો
કળાય એટલું કળી અકળને તાગો

નાદબ્રહ્મથી ઝરતું રે કૈં અબરખ ઘોળ્યું વ્હેણ
ધવલ-સ્ફટિકી રૂપ આંજતું અગમ આછર્યું ઘેન
બોલ પકડવા કે ઝીલવા પ્રતિસાદો
કળાય એટલું કળી અકળને તાગો…

તોય થયાં ના વસ્ત્ર ફૂલનાં પતંગિયાં કંતાયાં
સોનપરીના સ્પર્શ સમું આ શહેર નર્થની છાયા
વ્યથા કુંવારી ને અઘરા અનુરાગો
કળાય એટલું કળી અકળને તાગો…

– ભગવતી પંડ્યા

ભગવા ઓછાયાવાળું ગીત… “નર્થની” શબ્દ મારા માટે નવો છે. કોઈ મદદ? છાપકામની ભૂલ હશે?

4 Comments »

  1. vidyut oza said,

    September 11, 2015 @ 5:32 AM

    નર્કની હોઇ શકે !!!

  2. ભરત ત્રિવેદી said,

    September 11, 2015 @ 5:48 AM

    નર્થ ને બદલે નર્ય(માનવ) હોઇ શકે ?

  3. KETAN YAJNIK said,

    September 11, 2015 @ 10:26 AM

    જગત કાજી બની વહોરી ના પીડા તું લેજે

  4. Pratik said,

    September 11, 2015 @ 11:05 AM

    નર્ક હોઇ શકે. એ વધારે યોગ્ય લાગે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment