રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
કલાપી

(ઈશ્વર ગુજરી જાય) – કિરણસિંહ ચૌહાણ

સઘળા પ્રશ્નો, સઘળા ઉત્તર ગુજરી જાય.
મારી સાથે મારો ઈશ્વર ગુજરી જાય.

ધ્યાન ન આપું એની અદ્ધર વાતો પર,
એ વાતો અદ્ધર ને અદ્ધર ગુજરી જાય.

બહારથી એ લાગે છે કબ્રસ્તાન સમા,
જે લોકો અંદર ને અંદર ગુજરી જાય.

તેથી તો ઇતિહાસ નથી ગમતો અમને,
રાજાઓ જીવે ને લશ્કર ગુજરી જાય.

જીવનનું વસ્તર અધવચ્ચે ફાટી જાય,
જ્યારે ધબકારાનો વણકર ગુજરી જાય.

– કિરણસિંહ ચૌહાણ

આખેઆખી ગઝલ સંઘેડાઉતાર. બધા જ શેર સંતર્પક. ફરી-ફરીને વાંચવા ગમે અને જેટલીવાર વાંચીએ એટલીવાર વધુ ને વધુ ગમી જાય એવી રચના.

 

10 Comments »

 1. જગદીશ કરંગીયા ‘સમય’ said,

  June 16, 2017 @ 5:01 am

  @ કિરણસિંહ ચૌહાણ – સુંદર ગઝલ.

  “તુજ ગરીબ બ્રાહ્મણની તો શું તમા ભલા!
  અહીં તો સિકંદરના સિકંદર ગુજરી જાય.”

  @ લયસ્તરો – આભાર.
  જય ભારત.
  —————
  Jagdish Karangiya ‘Samay’
  https://jagdishkarangiya.wordpress.com

 2. chandresh said,

  June 16, 2017 @ 6:27 am

  તેથી તો ઇતિહાસ નથી ગમતો અમને,
  રાજાઓ જીવે ને લશ્કર ગુજરી જાય.
  સરસ

 3. yogesh shukla said,

  June 16, 2017 @ 7:11 am

  તેથી તો ઇતિહાસ નથી ગમતો અમને,
  રાજાઓ જીવે ને લશ્કર ગુજરી જાય.

  એક એક શેર દમદાર પણ આ શેર સૌથી વિશેષ ,
  વાહ કવિ શ્રી કિરણભાઈ વાહ ,

 4. Vineshchandra Chhotai said,

  June 16, 2017 @ 7:46 am

  Hariaum namaskar very good poem

 5. shreyas trivedi said,

  June 16, 2017 @ 9:44 am

  વાહ દરેક શેર એકબીજાથી ચડે તેવો છે
  વાહ કવિ વાહ

 6. Mehul A. Bhatt said,

  June 16, 2017 @ 11:34 am

  Vaah…superb

 7. Dr. Manoj L. Joshi "Mann" ( Jamnagar) said,

  June 16, 2017 @ 12:35 pm

  અદ્ધભૂત ગઝલ…

 8. Rakesh Thakkar, Vapi said,

  June 16, 2017 @ 11:21 pm

  ક્યારેય ના ગુજરી શકે એવી અમર ગઝલ લખી છે…
  જીવનનું વસ્તર અધવચ્ચે ફાટી જાય,
  જ્યારે ધબકારાનો વણકર ગુજરી જાય.

 9. sandip pujara said,

  June 17, 2017 @ 2:21 am

  ​વાહ કિરણભાઈ …..એક એક થી ચડે એવા દરેક શેર
  બહારથી એ લાગે છે કબ્રસ્તાન સમા,
  જે લોકો અંદર ને અંદર ગુજરી જાય….. ખુબ ગમ્યો…​

 10. vikram jodhani said,

  June 24, 2017 @ 12:48 am

  અફલાતૂન ગઝલ.. અભિનંદન,મારા પ્રિય ગઝલકાર..!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment