આ સભા તરબોળ છે આલાપમાં;
રાગનો જાદુ હજી બાકી જ છે !
અમિત વ્યાસ

બદામઘર – મનહર મોદી

ઘટનાનો આકાર છે ગોળ
કપડામાં પાણીને બોળ

ફિક્કુ ખા કે તીખું છોડ
સરવાળે સઘળું ઓળઘોળ

જાતઅનુભવ ભીનો છે
દરિયો સર્જે એક જ છોળ

સરનામું છે એનું એ
ખાટી પોળ કે તીખી પોળ

ડોલે છે ને દોડે છે
મનહર મોદીની ચગડોળ

ચોખ્ખેચોખ્ખું જોખી લે
મારામાં તારાને બોળ

બદામઘર છે યુએસએ
હિન્દુસ્તાની આંખો ચોળ

– મનહર મોદી

4 Comments »

  1. CHENAM SHUKLA said,

    September 18, 2015 @ 6:51 AM

    સરળ શબ્દોમાં લખાયેલી સામાન્ય ગઝલ

  2. Harshad said,

    September 18, 2015 @ 7:26 PM

    સુન્દર રચના.

  3. Girish Parikh said,

    September 19, 2015 @ 12:25 AM

    આ તે કૈં રચના કહેવાય!

  4. આ તે કૈં રચના કહેવાય ! | Girishparikh's Blog said,

    September 19, 2015 @ 12:57 AM

    […] મનહર મોદીની આ અકવિતા પોસ્ટ કરી છે. https://layastaro.com/?p=13052 વિવેકે આસ્વાદ નથી કરાવ્યો એ સારું જ […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment