પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે.
વિવેક મનહર ટેલર

(કોશિશ) – ડૉ. રાધિકા ટિક્કુ

સ્નેહવેલને
નવપલ્લવિત કરવા
જેવું હું
જળ ઉમેરું છું
ત્યાં જ
તારા
અપારદર્શક ચહેરા
ઉપર
બગાસું ઊગે છે.

– ડૉ. રાધિકા ટિક્કુ

સાવ એક જ લીટીની પણ સીધી જ મર્મભાગે ઘા કરે એવી ધારદાર કવિતા. ‘અપારદર્શક ચહેરા’ અને ‘બગાસું’માં જે સ્ત્રી-પુરુષના સંબંધની કડવી વાસ્તવિક્તા છે એ આ એક લીટીની વાતને કવિતાની કક્ષાએ લઈ જાય છે.

6 Comments »

 1. Girish Parikh said,

  August 28, 2015 @ 3:49 pm

  ગુજરાતી સાહિત્યને નવપલ્લવિત કરે એવાં આવાં પાણીદાર મુક્તકાવ્યો (અછાંદસ નહીં કહું!), ઇત્યાદિ સર્જાય છે. વાંચીને બગાસું ખાય એવા વાચકો પણ હોય છે ખરા?

 2. ધવલ said,

  August 28, 2015 @ 4:33 pm

  ચોટદાર કવિતા !

 3. Rina said,

  August 28, 2015 @ 6:29 pm

  Awesome

 4. બગાસુ ખાધા વિના આ કવિતા (અને આ પોસ્ટ) વાંચો ! | Girishparikh's Blog said,

  August 30, 2015 @ 5:03 pm

  […] કવિતા (બગાસુ ખાધા વિના!) વાંચોઃ http://layastaro.com/?p=13022 વિવેકનો રસાસ્વાદ પણ દાદ માગી લે છે. […]

 5. Neha said,

  August 31, 2015 @ 10:20 pm

  વાહ
  સુંદર

 6. Hannah said,

  October 26, 2015 @ 1:43 pm

  Wait, I cannot fathom it being so stiaoghtfrrward.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment