કેદ છું સદીઓથી ક્ષણના મહેલમાં,
છું છતાં ક્યાં છું હું આખા ખેલમાં ?
વિવેક મનહર ટેલર

બદલવાથી – હિતેન આનંદપરા

દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી
સવાલો ક્યાં કદી બદલાય છે ઉત્તર બદલવાથી.

નથી નિષ્ઠા વિષે શંકા પરંતુ રીત ખોટી છે
નહીં પામી શકે તુ ફૂલને અત્તર બદલવાથી.

જરૂરી છે એ લય ને તાલ છે, જે લોહીમાં મળશે
નથી કંઈ ફાયદો ઓ નર્તકી, ઝાંઝર બદલવાથી.

નહીં આવી શકે તારા ઘરે, તું જીદ છોડી દે
સંબંધો એમ બંધાતા નથી અવસર બદલવાથી.

ત્વચા બીજા કોઈની આપણે ઓઢી ન હો જાણે
અજુગતું એમ કંઈ લાગ્યા કરે ચાદર બદલવાથી.

– હિતેન આનંદપરા

12 Comments »

 1. munira ami said,

  August 24, 2015 @ 5:21 am

  દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી
  સવાલો ક્યાં કદી બદલાય છે ઉત્તર બદલવાથી.

  સરસ્!

 2. Suresh Parmar said,

  August 24, 2015 @ 5:45 am

  Nice Gazal; Snehiji.? ? ?

 3. Suresh Parmar said,

  August 24, 2015 @ 5:49 am

  સરસ ગઝલ છે; હિતેનભાઈ. ???

 4. Rajnikant Vyas said,

  August 24, 2015 @ 6:23 am

  અઘરી સમસ્યાનું સહેલામાં સહેલું નીરાકરણ શોધવાના આપના વલણને કવિ અસરદાર રીતે છત્તૂં કરે છે.

 5. Lakant Thakkar said,

  August 24, 2015 @ 10:00 am

  તૈયાર હોય છે ત્યારેજ તો સવાલો ઉઠે છે ને ?
  સુગંધ તો ભીતર હોય એની જ આવે ને ?
  લય અને તાલ રક્તના અસલી કેવા છે, એના પર જિંદગીની ગતિ સર્જાતી હોય છે ને ?
  ટૂંકમાં, બાહ્યાચાર માં ફેરફાર લીપા-પોંછી જ ઓટી હોય છે ને? મૂળ વાત તો અંતરતમમાં શું ભર્યું-સંઘર્યું છે તેની જ છે ને ?

  વાત જુદી છે!

  “સામે ઊભેલા જીવતા જગતની વાત જુદી છે,
  ભીતરના’ સ્વ’ના સમીકરણોની વાત જુદી છે,
  વિપરીત ઘણુંયે જીવ્યા પછીની વાત જુદી છે,
  અલખને ઓટલે બેઠેલા નિર્લેપની જાત જુદી છે,
  પામી,જાણી,જાગી ગયેલાઓની જમાત જુદી છે,
  નિર-વૃતિની,કેળવેલી નિવૃતિની વાત જુદી છે।”-“કંઈક”

  આભાર
  આનંદપરા હિતેન અને રજૂકર્તાનો
  -લા’કાન્ત /૨૪.૮.૧૫

 6. Anant said,

  August 24, 2015 @ 11:01 am

  Very nice Gazal, Keep on writing. Also write this type of Gazal or poem in Chitralekha.

 7. Yogesh Shukla said,

  August 24, 2015 @ 2:38 pm

  નહીં આવી શકે તારા ઘરે, તું જીદ છોડી દે
  સંબંધો એમ બંધાતા નથી અવસર બદલવાથી.

  વાહ ,.. વાહ ,,,,

 8. jigna trivedi said,

  August 25, 2015 @ 12:07 am

  વાહ ! હિતેનભાઈની ગઝલ એકદમ મસ્ત.માણવાની ખૂબ જ મજા આવી.

 9. suresh shah said,

  August 25, 2015 @ 1:55 am

  enjoyed nice one

 10. KETAN YAJNIK said,

  August 25, 2015 @ 9:49 am

  શું શું બદલું? યક્ષ પ્રશ્ન

 11. CHANDRESH KOTICHA said,

  August 25, 2015 @ 10:58 am

  નથી નિષ્ઠા વિષે શંકા પરંતુ રીત ખોટી છે
  સરસ્!

 12. Nilesh Rana said,

  August 2, 2016 @ 9:26 am

  Truth can never be told better than this

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment