આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન-
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના !
મરીઝ

શું જોઈતું’તું ? – અનિલ ચાવડા

વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ?
ને ક્ષણોની પોટલી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?

જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,
એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?

ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?

– અનિલ ચાવડા

 

થોડીક પ્રયોગાત્મક ગઝલ છે. કદાચ શાસ્ત્રીય ગઝલકારની ભૃકુટી તણાય પણ ખરી પરંતુ કલ્પનોની તાજગી કાબિલ-એ-તારીફ છે.

10 Comments »

  1. Arpana Gandhi said,

    August 3, 2015 @ 5:06 AM

    ના ના, ક્શ્ણોન પોટ્લી બાન્ધી શકાતી નથી ને આખી વારતા ફરી માંડી શકાતી નથી.
    જે સમય વહી જાય છે તે માહોલને પાછો લાવી શકાતો નથી.
    આખીયે વાત સચોટતાથી કહેવાઈ છે.

  2. KETAN YAJNIK said,

    August 3, 2015 @ 5:14 AM

    આ શ્વાસ નિશ્વાસ। ન થાય તે સીવાય। … ………..

  3. vijay joshi said,

    August 3, 2015 @ 8:09 AM

    wow! a whole load of images piled up one after the other and come
    crashing and lapping like roaring waves of a furious ocean. Beautifully
    crafted and wrapped imagery. Loved it.

    Anilbhai, I am looking forward to our get-together in Nov during my visit to India.

  4. beena said,

    August 3, 2015 @ 10:13 AM

    સરસ
    મને ગઝલ ગમી.
    હવામાં વાત આવી પણ વાંચતા આવડે તો બીજુ શું જોઈએ?
    સુખ તો આવવાની રાહ જોઈને બેઠું છે
    બારી નાખી દેવાની જ ખોટી છે,
    અણ ગમતા કણોને ઝાટકી ને સાફ કરી દેવાય એવી રીતે આગમતી ઉદાસી ને ઝાટકી દઈ શકાય તો બીજું શું જોઈએ?
    ચાલો અનિલ ભાઈ ઈચ્છા કરી જ છે તો
    ઊપર વાળાને કહી જ દઈએ કે હવામાં આવેલા સંદેશા વાંચી લેતા અને ઊદાસી ઝટકી દેતા શીખવી દે.
    શક્ય છે કે આખીયે વારતા ફરી વાર મ્માંડતાએ આવડી જાય અને
    એકડે એક થી ફરી જીવન ની વારતા લખી કાઢીએ ??
    કેવી મજા?
    વાસ્તુ દેવ કહેશે તથાસ્તુ !!!
    🙂
    મને તો વારતા ફરી માંડવી છે તો લાવને માંડી જ દઊં

  5. Yogesh Shukla said,

    August 3, 2015 @ 10:33 AM

    કવિ શ્રી અનીલ ચાવડા જી દમદાર ગઝલ ,

    જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,
    એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?

  6. MAHESHCHANDRA NAIK (CANADA) said,

    August 4, 2015 @ 2:25 AM

    જબરજસ્ત ગઝલ અભિનદન…..શ્રી અનિલભાઈ……

  7. lata hirani said,

    August 5, 2015 @ 9:11 AM

    આખી યે ગઝલે મનનો કબજો લઈ લીધો…

  8. CHENAM SHUKLA said,

    August 6, 2015 @ 6:02 AM

    વાર્તાની જેમ જ માંડેલી ગઝલ કેટલી જગ્યાએ લઇ જાય છે ..વાહ

  9. Anil Chavda said,

    August 7, 2015 @ 2:50 AM

    મારી ગઝલ આપની વેબસાઇટ પર મૂકવા માટે આપનો ફરી આભારી છું વિવેકભાઈ…

    ગઝલ પર પોતાના પ્રતિભાવો આપવા માટે તમામ મિત્રો પ્રત્યે પણ હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરું છું.

  10. Suresh Shah said,

    January 1, 2016 @ 4:43 AM

    ખંખેરી શકાય કે ઢાંકી શકાય એવી ઉદાસી, ફરી માંડી શકાય એવી વારતા ….
    આવું જો મળી શકે તો કેવું સારું!

    આસ્વાદ કરાવવા બદલ આભાર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment