ટાઢક વળે છે દિલને મહોબતની આગથી;
જોવાને એ કમાલ, જરા તો નજીક આવ !
– અમર પાલનપુરી

ખાસમખાસું – હરદ્વાર ગોસ્વામી

તારી આંખો, તારા આંસુ,
મારે હૈયે કાં ચોમાસુ ?

જેના પર તું હાથ મૂકતી,
એ જ કિરણ થઈ જાતું ત્રાંસું.

નજર મેળવી શક્યા નહીં, લ્યો,
દૂર પડેલું ખાસમખાસું.

સંવેદનના સાસરિયામાં,
ખૂબ નડી શબ્દોની સાસુ.

માધુરીના મૌન વચાળે,
ચારેપા બિપાશા બાસુ.

ભારે ભારે ગઝલ લખે છે,
માણસ છે ભારે અભ્યાસુ.

બધે જ તારા સી.સી. ટીવી,
છટકીને હું ક્યાં ક્યાં નાસું ?

– હરદ્વાર ગોસ્વામી

પહેલો શેર વાંચીને જ હું તો પલળી ગયો… ત્રાંસા કિરણ, શબ્દોની સાસુ, સી.સી. ટીવી- બધા જ શેર મજાના થયા છે.

9 Comments »

  1. nehal said,

    July 31, 2015 @ 12:57 AM

    Waah

  2. Rajnikant Vyas said,

    July 31, 2015 @ 3:10 AM

    વાંચવાની બહુ મજા આવી. સુંદર રચના અદ્ભૂત પ્રાસ!

  3. Dhaval Shah said,

    July 31, 2015 @ 10:14 AM

    જે ગઝલમાં વિપાશા / માધુરી આવે એને નમન ન કરું તો નગુણો જ ઠરું ને ? ઃ-) ઃ-)

    મજાક જવા દઈએ … સહજ અને સચોટ ગઝલ …. રોજબરોજના વહેવાર કલ્પનો અને શબ્દોને લીધે ગઝલ એટલી વધારે પોતીકી લાગે છે.

  4. ravindra Sankalia said,

    July 31, 2015 @ 12:35 PM

    આ કવિતા બહુ સારિ ચછે

  5. Raksha Shukla said,

    August 1, 2015 @ 12:26 AM

    વાહ, હરદ્વાર, યે બાત..

  6. Raksha Shukla said,

    August 1, 2015 @ 12:37 AM

    વાહ, હરદ્વાર, યે બાત.. આ મને ગમતી..

  7. Harshad said,

    August 7, 2015 @ 9:38 PM

    Are Goswamiji take to bhare kari!! Like it. Beautiful.

  8. Gaurang Thaker said,

    August 1, 2016 @ 2:28 AM

    Kya baat hey… aekdam saras.. ane matla to bejod.. Nice sharing Laystaro…

  9. jadav nareshbhai said,

    August 4, 2016 @ 5:22 AM

    :ગઝલ : તરહી તા. ૦૩/૦૮/૨૦૧૬
    ( મનહર છંદ )
    કોઈ કોઈ ને આમ જરાય ખોટો ના ધાર તું ;
    બસ પોતે પોતાની જાત ને જ સુધાર તું ;
    આમ કોઈના પર દોષ ઢોળવાથી શું વળે;
    કટાઈ ગયેલા દોષનો કાટ ઉતાર તું ;
    આ જુઠો ,પેલો ખોટો એવું કહેવાથી શું મળે
    પહેલાં પોતાને સાચો પુરવાર કર તું ;
    દેખો તો મૂળના ઊંડાણમાં દોષના બીજ છે ;
    પહેલા પોતાના જ દોષના બીજ કાપ તું ;
    શા માટે રોફ જમાવે છે “જાન” કે હું સાફ છું ;
    પોતાના દોષને ય પોતે જ સાફ કર તું;

    કવિ : જાન
    જાદવ નરેશ
    મલેકપુર – વડ મો.નં. ૯૯૨૪૬૧૦૧૨૪

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment