તાપણું તો છે બહાનું નામનું,
આમ બાકી ત્યાં ઘણું રંધાય છે.

ભરત ભટ્ટ ‘પવન’

સ્વીકારું – સ્નેહી પરમાર

ઇચ્છાઓની હડિયાપાટી સ્વીકારું
વાહન રાખ્યું છે, ઘુરર્રાટી સ્વીકારું

આડાંઅવળાં દૃશ્યો ના દેખાડું સૌને
માટી ખાધી છે તો માટી સ્વીકારું

ઉપર હળદર જેવું ચમકે છે તન, કિન્તુ
અંદર છે એક હલદીઘાટી, સ્વીકારું

પાણી હો જેનામાં એ દેખાડી દે
કોઈ કહે કે ‘તું છે માટી’, સ્વીકારું

જન્મ છે ઉત્સવ તો મૃત્યુ મહોત્સવ છે
જેમ સ્વીકારું ત્વચા, રૂંવાટી સ્વીકારું

– સ્નેહી પરમાર

જાનદાર ગઝલ. ઇચ્છાઓના વાહનની ઘુરર્રાટી અદભુત તો કૃષ્ણ જેવા કૃષ્ણનો અભૂતપૂર્વ ઉધડો લેતો શેર લાજવાબ. ભીતરની હલદીઘાટીનું કલ્પન મજાનું તો છેલ્લા બે શેર પણ એવા જ જોરદાર…

15 Comments »

 1. snehi parmar said,

  July 30, 2015 @ 2:35 am

  ગુજરાતી કવિતા માટે વંદનપાત્ર ખેવના

 2. VIPUL PARMAR said,

  July 30, 2015 @ 2:40 am

  વાહ ! કવિ સ – રસ ગઝલ !

 3. KETAN YAJNIK said,

  July 30, 2015 @ 3:19 am

  સ્વીકારવું તે જ અઘરું માટે સોંસરવી ઉતરી વાત

 4. PUSHPAKANT TALATI said,

  July 30, 2015 @ 4:43 am

  વાહ સરસ મજાની રચના – પણ વિવેકભાઈ; આપ જણાવો છો કે –
  ” જાનદાર ગઝલ. ……….. તો કૃષ્ણ જેવા કૃષ્ણનો અભૂતપૂર્વ ઉધડો લેતો શેર લાજવાબ…. ” પણ આ પાંચ શેરની ગઝલ માં ક્યા શેરમાં ક્રુષ્ણ નો રેફરન્સ છે તે કહેશો ? કે તે શેર ને ડીલીટ કે એડીટ કરેલ છે.
  પ્રત્યુત્તર નેી આશાએ આ લખી રહ્યો છું. આભાર – પુષ્પકાન્ત તલાટી

 5. dharmesh said,

  July 30, 2015 @ 9:42 am

  પુષ્પકાન્તભાઈ તલાટી –
  આડાંઅવળાં દૃશ્યો ના દેખાડું સૌને
  માટી ખાધી છે તો માટી સ્વીકારું…

  કૃષ્ણનો માટી ખાધી અને જ્યારે મા યશોદા એ જોયુ તો એમા સમગ્ર ભ્રમાઁડ દેખાયુઁ એવી વાત છે. અહેીયા શાયર એક કટાક્ષ કરે છે. કે હુઁ એવુઁ ના કરુઁ. જે ખાધુ એ જ સ્વીકારું.. એમ

  મજાનાઁ શેર છે બધા. thanks for sharing.

 6. વિવેક said,

  July 31, 2015 @ 1:35 am

  @ ધર્મેશભાઈ-

  પુષ્પકાંતભાઈના પ્રશ્નનો જવાબ આપવા બદલ આભાર….

 7. Pushpakant Talati said,

  August 1, 2015 @ 12:19 am

  @ ધર્મેશભાઈ- & – વિવેકભાઈ,
  આપ બન્નેનો આભાર. – ઘણી વખત આપણે ઉડતી નઝરથી વાંચી જઈએ ત્યારે આપણો માઈન્ડ સેટ અન્ય ચીજમાં એન્ગેજ હોવાથી સામે હોવા છતાં આપણે તે જોઈ શકતા નથી. – આ બાબતમાં પણ કાંઈક આવું જ થયું . જો મે વિચાર્યું હોત તો આપશ્રીઓને તસ્દી લેવી ન પડત. – sorry- ધર્મેશભાઈ નાં પ્રોએક્ટીવપણા ને સલામ તેમજ વિવેકભાઈ આપે પણ રસ દાખવ્યો તે બદલ ધન્યવાદ – પુષ્પકાન્ત તલાટી

 8. Poonam said,

  August 3, 2015 @ 3:05 am

  ઇચ્છાઓની હડિયાપાટી સ્વીકારું
  વાહન રાખ્યું છે, ઘુરર્રાટી સ્વીકારું
  – સ્નેહી પરમાર – (Y)

 9. snehi parmar said,

  August 3, 2015 @ 10:49 pm

  વાહ
  વિવેક ભાઈ
  અને સર્વ કાવ્ય્પ્રેમીઓ……
  કવિતાના એક શેરને પામવા માટે નો નિષ્ઠાવાન પ્રયાસ બતાવે છે કે છાપાની જેમ કવિતાઓ નથી વંચાતી . આ ગુજરાતી ભાષાની પણ આવતી કાલની એંધાણી
  વાહ લયસ્તરો .

 10. સંજુ વાળા said,

  August 4, 2015 @ 12:05 am

  માટી ખાઈને માટીને વિરાટ સ્વરૂપમાં ફેરવી નાખવી એ લીલાનો ભાગ ગણાય. અને સાબિતી પણ આપવાની કે માટી તો બ્હાનાં છે. સર્જકની સામે આવું મીથ આવે ત્યારે એ એના માટે ફેરવિચારણા કરે. આજના સર્જકની એ મઝા છે કે હવે એ માત્ર કાલ્પનિકમાં નહીં, તથ્યનો તરફદાર પણથવા ઈચ્છે છે. એના હવે પછીના લક્ષ્યનો આ અણસાર છે.

 11. વિવેક said,

  August 4, 2015 @ 1:38 am

  @ સંજુ વાળા:

  સત્યવચન !!!

 12. snehi parmar said,

  August 7, 2015 @ 4:48 am

  વાહ
  સન્જુ ભાઈ આભાર
  લય્સ્તરો અને દોસ્તો

 13. Harshad said,

  August 7, 2015 @ 10:39 pm

  Like it.

 14. Shivani Shah said,

  May 26, 2017 @ 10:41 am

  ‘આડાંઅવળાં દૃશ્યો ના દેખાડું સૌને
  માટી ખાધી છે તો માટી સ્વીકારું’

  ‘અમે અપરાધી કાંઇ ન સમજ્યા
  ના ઓળખ્યા ભગવંતને !’

 15. Shivani Shah said,

  May 26, 2017 @ 11:03 am

  કવિની કરામત તો જૂઓ..બાલકૃષ્ણ જેવી કામણગારી કડી હાથ લાગી અને એક જ શેર દ્વારા પલકવારમાં અનાદિકાળને આદિકાળ સાથે જોડી દીધો !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment