દુઃખો એ જ મારો સહજભાવ છે,
સતત આ રમતમાં એનો દાવ છે.
વિવેક મનહર ટેલર

તને ઓછું ન પડે – ‘ગની’ દહીંવાળા

આયખા-તાપણું કેમે કરી ટાઢું ન પડે,
મારી સાથે તો હવે મારું યે પાનું ન પડે.

કોઈ ઇન્સાફ કરો, મારી અધરબંદીનો,
ઊમટે ઉદગારનો દરિયો,અને ટીપું ન પડે ?!

ઘર ભરી દીધું છે એકાંતથી તારે કારણ,
દિલની બેચેની ! કશું યે તને ઓછું ન પડે.

પાંપણે રંગ છે માણેલ ભીની મોસમનો,
મોર નાચીને ઊડી જાય, ને પીંછું ન પડે ?!

જ્યાં બન્યું શક્ય ક્ષિતિજોને ખભે લઈ ચાલ્યા,
નામ સંબંધના આકાશનું નીચું ન પડે.

એક આ પાન ! જે ફરક્યા કરે લીલું લીલું,
ને જો ઊખડે, તો પવનથી કદી પાછું ન પડે.

દિલના ખંડેરમાં પડઘાય ‘ગની’ , ભાંગેલા,
કોઈનું નામ લઇ બૂમ જો પાડું, ન પડે.

– ‘ગની’ દહીંવાળા

5 Comments »

  1. dharmesh said,

    July 20, 2015 @ 10:14 AM

    અહા, શુઁ વાત શુઁ પિડા…
    ને તોયે વળેી એકેય ટેીપુઁ ન પડૅ…

    ગની સાહેબ ની બધી રચનાઓ હદય સોઁસરવિ ઉતરી જાય…

  2. yogesh shukla said,

    July 23, 2015 @ 12:33 AM

    સરસ રચના ,

  3. KETAN YAJNIK said,

    July 23, 2015 @ 2:02 AM

    ‘ગની’ દહીંવાળા
    વલોવાયા પછી નીસર્યું।…

  4. Harshad said,

    July 24, 2015 @ 8:52 AM

    Vah…..vaahh…….!

  5. Maheshchandra Naik said,

    August 20, 2015 @ 10:47 PM

    સરસ…….રચના……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment