રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
મનોજ ખંડેરિયા

ગઝલ – વિવેક કાણે ‘સહજ’

બેખુદી જે સભામાં લાવી છે,
ત્યાં જ બેઠક અમે જમાવી છે.

શ્વાસ પર શ્વાસ લાદી લાદીને,
જાતને કેટલી દબાવી છે !

ભીંત એકે ન કેદખાનામાં,
કેટલી બારીઓ મૂકાવી છે ?

માત્ર પ્રતિબિંબ, ભાસ, પડછાયા,
તેંય ખરી દુનિયા બનાવી છે !

પાછલી ખટઘડી ‘સહજ’ સમજ્યા,
તું છે તાળું ને તું જ ચાવી છે.

– વિવેક કાણે ‘સહજ’

મત્લાના શેરમાં સાચા કવિનું સરનામું જડે છે. ખુદ, ખુદના વિચારો, અભિમાન, સંપર્કો – બધાથી અળગા થઈ જઈએ એ પછી હોવાહીનતા જ્યાં આપણને લઈ આવે ત્યાં જ કવિ બેઠક જમાવી બેસે છે બાકી તો મજૂરિયાની જેમ શ્વાસ પર શ્વાસ સતત લાદતા જઈને આપણે આપણેરે જાતને દબાવવા-કચડવા સિવાય બીજું કર્યું જ શું છે ?

7 Comments »

 1. yogesh shukla said,

  July 23, 2015 @ 12:32 am

  સરસ રચના ,

 2. narendrasinh said,

  July 23, 2015 @ 3:05 am

  અતિ સુનદાર રચના

 3. Rajnikant Vyas said,

  July 23, 2015 @ 3:37 am

  આપણે આપણા જ ભીંત વિનાના કેદખાનામાં, આપણી આભાસી દુનિયામાં, આપણા જ શ્વાસથી દબાએલા કેદી છીએ. તાળું પણ આપણે છીએ અને ચાવી પણ આપણે જ્ છીએ.
  અદ્ભૂત!

 4. Harshad V. Shah said,

  July 23, 2015 @ 4:09 am

  Wonderful poem.

 5. Harshad V. Shah said,

  July 23, 2015 @ 4:10 am

  wonderful poem

 6. KETAN YAJNIK said,

  July 23, 2015 @ 10:16 am

  ગણિત અગણિત

 7. Harshad said,

  July 24, 2015 @ 8:44 am

  Beautiful

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment