રંગ કાળો, પીળો થયો જ નહીં,
એના દિલમાં દીવો થયો જ નહીં !
ભરત વિંઝુડા

તારાં સ્મરણની વાદળી – ઉર્વીશ વસાવડા

તૂટી નથી જતા એ પ્રભુનો જ પાડ છે
પ્રત્યેક સંબંધોમાં પડેલી તિરાડ છે

તારાં સ્મરણની વાદળી વરસી ગઇ છતાં
આંખોના આભમાં તો હજી ક્યાં ઉઘાડ છે

પ્રસ્તાવનામાં નામ ફક્ત એમનું લખ્યું
મારી કથાનો જોઇ લો કેવો ઉપાડ છે

થાકી ગયા છે સ્કંધ ઉપાડી અતીતને
લાગે છે બોજ એટલો જાણે કે પ્હાડ છે

ભાંગી પડ્યો છું સાવ ને રગરગ પીડા થતી
કારણમાં દોસ્ત ! કાળની ધોબીપછાડ છે

– ઉર્વીશ વસાવડા

7 Comments »

 1. Rina said,

  June 30, 2015 @ 3:28 am

  waaaahhhh

 2. Ravi Dangar said,

  July 1, 2015 @ 3:14 am

  કેટલીક કવિતાઓ એવી હોય છે જે ઘણા માણસોની લાગણીઓનો પડઘો બરાબર જીલતી હોય છે. એવી જ આ એક તમારી કલમે લખાયેલી કવિતા વાંચીને આનંદ સાતે અતીત યાદ આવી ગયો.

 3. Dimple said,

  July 1, 2015 @ 3:19 am

  જે આપનુ નથિ તે આપ ના થિ દુર થાય ચે
  ખાલિ આપ ન ને સમજવા મા વાર થાય ચે

  અતિત તો આપ ના જ જિવન નો એક ભાગ ચે
  તેના પાસે થિ તો ઘનુ સિખાય ચે,

  અતિત નિ બુરિ યાદ થિ ભાગિ ના પદવુ
  એ તો સફલ થવા નો એક મારગ ચે

  trying some few words, any one can correct it —- thanks

 4. ketan yajnik said,

  July 1, 2015 @ 10:24 am

  સ્મરણ અંજલિ વર્ષી ઉર વસી

 5. yogesh shukla said,

  July 1, 2015 @ 12:26 pm

  બહુજ ,બહુજ સુંદર રચના ,

  તારાં સ્મરણની વાદળી વરસી ગઇ છતાં
  આંખોના આભમાં તો હજી ક્યાં ઉઘાડ છે

 6. Harshad said,

  July 1, 2015 @ 8:24 pm

  Touch my heart. Something I passed through.

 7. વિવેક said,

  July 2, 2015 @ 9:03 am

  સુંદર મજાની ગઝલ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment