કામ ધારેલ ઘણી વાર નથી થઈ શક્તાં,
કામ કેવાં હું અકસ્માત કરું છું એ જુઓ.
વિવેક ટેલર

વાત – રમેશ પારેખ

શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત

છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન,
ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત.

અવકાશમાં નિ:શ્વાસ બનીને ઘૂમી ઘૂમી-
એકાંતમાં પછડાય છે તારી ને મારી વાત.

આવી અતીતની આંગળી પકડીને આંખમાં
આંસુ મહીં ભીંજાય છે તારી ને મારી વાત.

રણ ખાલી-ખાલી આભ તળે એકલું નથી,
થઇ થઇ તરસ વિંઝાય છે તારી ને મારી વાત.

એની અવર-જવર છતાં ઉંબર નહીં ઘસાય ?
આવે ને પાછી જાય છે તારી ને મારી વાત.

રસ્તાની જેમ કાળ ખૂટે ક્યાં કે બેસીએ !
સપનાંનો ભાર થાય છે તારી ને મારી વાત.

– રમેશ પારેખ

7 Comments »

  1. ketan yajnik said,

    June 29, 2015 @ 3:44 AM

    મૌન એકાંત ની કેડીએ આપણી વચ્ચે પ્રેમ
    …………………….. તારી ને મારી વાત

  2. La Kant Thakkar said,

    June 29, 2015 @ 3:45 AM

    “રસ્તાની જેમ કાળ ખૂટે ક્યાં કે બેસીએ !
    સપનાંનો ભાર થાય છે તારી ને મારી વાત.”

    ગતિ નિરંતર છે જ ,સહેવાની ! ક્યાં છે કોઈ ઉપાય છટકવાનો ?
    નિયતિ તો બસ એક જ,ભ્રમમાં રહેવું, માર્ગ છે ખુદને છળવાનો !

    . હું
    હું જ મને નડતો-કનડતો ગમે ત્યારે!
    કેવી વિટંબણા છે, કે,ખુદને પામવા,
    ખુદને જ છેદવો,ભેદવો,ખોદવો પડે,
    કોણ મને નિરંતર આમ સંભોગે છે?!

    -લા’ કાન્ત ” કંઈક “/ ૨૯-6-૧૫

  3. Rajnikant Vyas said,

    June 29, 2015 @ 3:51 AM

    હ્રદય સોંસરવું ઉતરી ગયું આ કાવ્ય.

  4. mahesh dalal said,

    June 29, 2015 @ 10:26 PM

    વાહ રમેશ્ભાઇ વાહ

  5. Harshad said,

    June 29, 2015 @ 10:34 PM

    Beautiful, like it.

  6. yogesh shukla said,

    June 30, 2015 @ 12:24 AM

    ખુબજ સરસ રચના ,

  7. dharmesh said,

    June 30, 2015 @ 1:17 AM

    RaPa is most appealing… touches direct to heart and give awesome FEEL.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment