તું આપી ગ્યો’તો એ ‘કદાચ’ની ઝીણી પછેડીને
હું ઓઢીને ઊભી છું યાદની ભીંતે અઢેલીને.
- વિવેક મનહર ટેલર

હું તને ઝંખ્યા કરું – મહેશ દવે

સ્થળસમયનું ચક્ર છેદી હું તને ઝંખ્યા કરું
તારો નથી કંઈ વાંક એમાં હું મને ડંખ્યા કરું

યાદોનો અજગર મને એવો વળ્યો વીંટળાઈને
કે મારી પાસેનાં બધાં ફૂલ ખર્યા ચીમળાઈને
રંગો વિનાની આ છબીને હું સદા રંગ્યા કરું
હું તને ઝંખ્યા કરું-

કેવળ સ્મૃતિથી જીવવાનું કેટલું મુશ્કેલ છે !
ભાંગ્યા ઝરૂખાથી ભરેલો ખાલી ખાલી મહેલ છે
પથ્થરોમાં શૂન્યતાનું શિલ્પ હું કોર્યા કરું
હું તને ઝંખ્યા કરું-

– મહેશ દવે

મિલનની કોઈ આછી-પાતળી શક્યતા સુદ્ધાં નથી……..નકરી નિ:સીમ ઝંખના છે…….

7 Comments »

  1. nehal said,

    June 21, 2015 @ 2:21 AM

    Waah. …

  2. DINESH MODI said,

    June 21, 2015 @ 4:43 PM

    તારા ગયા બાદ બધુ નિરસ થૈ ગયુ જિન્દગિ શુન્ય થૈ ગૈ . ફક્ત યાદો યાદો યાદો જિન્દગિ પસાર કરવાનો સહારો.

  3. ketan yajnik said,

    June 21, 2015 @ 11:55 PM

    કેવડાનાં ડંખ

  4. Bhumi said,

    June 22, 2015 @ 2:08 AM

    Superb !!

  5. Harshad said,

    June 22, 2015 @ 8:47 PM

    સુન્દર રચના.

  6. yogesh shukla said,

    June 22, 2015 @ 10:59 PM

    સરસ રચના

  7. ravindra Sankalia said,

    June 23, 2015 @ 2:52 AM

    કેવળ સ્મ્રુતિથી જિવવાનુ ખરેખર મુશ્કેલ હોય છે. એ તો રામબાણ વાગ્ય હોય તે જાણે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment