ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
તો પણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે.
જવાહર બક્ષી

આપણા કાવ્ય-સામયિક – ૦૩ :ગઝલવિશ્વ

Ghazalvishwa-title page

કેટલાક બાળકોની પ્રતિભા પારણાંમાંથી જ પરખાઈ જતી હોય છે. ‘ગઝલવિશ્વ’ ગુજરાતી કાવ્યસામયિકોની દુનિયામાં આવું જ એક નવજાત શિશુ છે. પ્રકાશનના પહેલા જ વર્ષથી એણે કવિઓ અને ભાવકવૃંદમાં એક સન્માનનીય સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. ગુજરાત સાહિત્ય અકાદમીના નેજા હેઠળ વલી ગુજરાતી ગઝલકેન્દ્ર તરફથી પ્રગટ થતું આ ત્રૈમાસિક સામયિક ગઝલ, ગઝલ અને માત્ર ગઝલનું સામયિક છે. એના દરેક અંક એક આખા ગઝલસંગ્રહની ગરજ સારે છે. નવા-જૂના ગઝલકારોની પચાસ જેટલી ગઝલ ઉપરાંત ગઝલને લગતી ‘ક’થી ‘જ્ઞ’ સુધીની માહિતી આ લગભગ નિઃશુલ્ક ગણી શકાય એવા સામયિકના બે પૂંઠા વચ્ચે ખીચોખીચ ઠાંસેલી હોય છે. ગઝલના છંદશાસ્ત્રને લગતા લેખ અને ચર્ચાઓ, જૂના મુલ્યવાન સંગ્રહોમાં લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકારોએ લખેલી દુર્લભ પ્રસ્તાવનાઓ, ગઝલ વિષયક અભ્યાસ અને સંશોધનાત્મક લેખો, અનુવાદ, નવા પ્રકાશિત સંગ્રહોનું આચમન, આસ્વાદ ઉપરાંત ગઝલકારોની જૂની-નવી અને ગુજરાતી સાહિત્યની અલભ્ય તસ્વીર પણ તમને અહીં મળશે. ટૂંકમાં, ગઝલવિશ્વને આપ સમયની એરણ પર ટિપાઈ-ટિપાઈને તૈયાર થઈ રહેલો એક સંપૂર્ણ ગઝલ-વિષયક એન્સાઈક્લોપીડિયા ગણી શકો છો…

*

“ગઝલવિશ્વ” – ત્રૈમાસિક
સંપાદક: શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, શ્રી અંકિત ત્રિવેદી
પરામર્શક: જલન માતરી, યોગેશ જોષી

લવાજમ : વાર્ષિક – દેશમાં ફક્ત 40/-રૂ., પરદેશ: રૂ. 500/-

લવાજમ ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ના નામે રોકડેથી, ડિમાંડ ડ્રાફ્ટ અથવા મની ઑર્ડરથી જ મોકલવું. (’લયસ્તરો.કોમ’ના સૌજન્યથી લખવાનું ન ભૂલાય!!!)

સરનામું: 1) ગુજરાત સાહિત્ય અકાદમી, અભિલેખાગાર ભવન, ગુલાબ ઉદ્યાન સામે, સેક્ટર-17, ગાંધીનગર-382017.
.          2) ‘ગ્રંથમાધુર્ય’, ‘રજવાડું’, મલાવ તળાવ પાસે, જીવરાજપાર્ક રોડ, અમદાવાદ-380051.

5 Comments »

  1. Pravin Shah said,

    August 17, 2008 @ 2:24 AM

    માહિતી માટે આભાર

  2. pragnaju said,

    August 17, 2008 @ 7:28 AM

    સરસ માહિતી
    કેટલાક સાહીત્યકારો-કવિઓની શરુઆત કરાવવામાં મદદરુપ થાય છે

  3. ગુંજન ગાંધી said,

    August 17, 2008 @ 12:49 PM

    ભાઈ સુંદર શ્રેણી…

  4. પ્રશાંત ખંડાળકર said,

    August 17, 2008 @ 2:34 PM

    માહિતી માટે આભાર

  5. Mansuri Taha said,

    August 17, 2008 @ 11:11 PM

    હમણાં એક આર્ટસ કોલેજનાં ૩૦ સ્ટુડન્ટસે એકીસાથે “ગઝલવિશ્વ” – ત્રૈમાસિકનું લવાજમ ભર્યું
    જે તેની લોકપ્રિયતાનો ખ્યાલ આપે છે.
    લગે રહો ‘મિસ્કીન’સાબ, અંકિત ભાઇ

    આ ગઝલ છે, એની રીતે બોલશે,
    કોઈ સાધો, કોઈ આરાધો નહીં.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment