ઓગળે દેહ ના અમસ્તો કંઈ,
શ્વાસ નક્કી અગનપિછોડી છે!

મોતને આપવા જીવન પાસે,
જાતની એક ફુટલી કોડી છે!
– હર્ષા દવે

છાનો છપનો – મુકેશ જોષી

અમે કાગળ લખ્યો’તો પહેલવહેલો
છાનો છપનો કાગળ લખ્યો’તો પહેલવહેલો
કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળ્યા’તા
ફાગણિયો મલક્યો જ્યાં પહેલો … છાનો છપનો

સંબોધન જાણે કે દરિયાનાં મોજાંઓ
આવી આવીને જાય તૂટી
સંબોધન છોડીને કાગળ લખ્યો
ભલે કાગળમાં એક ચીજ ખુટી
નામજાપ કરવાની માળા લઈ બેઠા ને, પહેલો મણકો જ ના ફરેલો …છાનો છપનો

પહેલા ફકરાની એ પહેલી લીટી તો
અમે જાણી બુજીને લખી ખાલી
બીજામાં પગરણ જ્યાં માંડ્યા તો
લજ્જાએ પાંચે આંગળીઓને ઝાલી
કોરો કટ્ટાક મારો કગળ વહી જાય, બે’ક લાગણીનાં ટીપાં તરસેલો…છાનો છપનો

ત્રીજામાં એમ થયું લાવ લખી નાખીએ
અહીંયાં મઝામાં સહુ ઠીક છે
અંદરથી ચૂંટી ખણીને કોઈ બોલ્યું :
સાચું લખવામાં શુ બીક છે
હોઠ ઊપર હકડેઠઠ ભીડ હતી શબ્દોની,ને ચોકિયાત એક ત્યાં ઊભેલો….છાનો છપનો

લખિતંગ લખવાની જગ્યાએ ઓચિંતું
આંખેથી ટપકયું રે બિંદુ
પળમાં તો કાગળ પર માય નહીં એમ
જાણે છલકેલો લાગણીનો સિંધુ
મોગરાનું ફૂલ એક મૂકીને મહેકંતા શ્વાસ સાથ કાગળ બીડેલો…. છાનો છપનો

– મુકેશ જોષી

વિષયની માવજત તો જુઓ !!!!!!

7 Comments »

  1. Suresh Parmar said,

    June 3, 2015 @ 3:13 AM

    વાહ; મજાનું ગીત; મુકેશભાઈ.

  2. urvashi parekh said,

    June 3, 2015 @ 3:32 AM

    ખુબ જ સરસ રચના.

  3. ketan yajnik said,

    June 3, 2015 @ 10:20 AM

    सिर्फ एहसास है ये रूह सी महसूस करो

  4. yogesh shukla said,

    June 3, 2015 @ 11:27 AM

    આધુનિક યુગથી કંઈક અલગ સ્વચ્છ ફરાળી પ્રેમપત્ર વાંચવાની મઝા પડી

  5. nehal said,

    June 5, 2015 @ 1:10 AM

    Waah beautiful maza aavi gai

  6. Jigna Trivedi said,

    June 13, 2015 @ 5:43 AM

    વાહ , મુકેશભાઈ ખુબ જ સરસ ગીત.

  7. Dhiren joshi said,

    September 21, 2016 @ 10:36 AM

    આજ તારો કાગળ મળ્યો ગોળ ખાઈ ને સુરજ ઉગે એવો દિવસ ગાળ્યો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment