ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?
વિવેક મનહર ટેલર

ગઝલ – પંકજ મકવાણા

તું અમસ્તો આટલું ગભરાય છે,
જો ઉદાસીમાંય રસ્તો થાય છે.

ફક્ત હાથેથી નથી સરતો સમય,
તુંય સામે એટલો ખર્ચાય છે.

એટલે નારાજ છું હું, હાથથી-
ફક્ત મુઠ્ઠી જેટલું વ્હેંચાય છે.

પાસપાસે છો ને ઊભાં હો છતાં
વૃક્ષથી ક્યાં કોઈ દી ભેટાય છે?

એટલે ઊડતી રહે છે રેત અહીં,
એક મારામાં નદી સુકાય છે.

– પંકજ મકવાણા

ફેસબુક પર લટાર મારતાં-મારતાં અચાનક આ મજાની ગઝલ જડી આવી. કવિના નામનો ખાસ પરિચય નથી પણ કવિની સાચી ઓળખ તો એની કવિતા જ. મરીઝ જેવી સાદગી અને મનોજ જેવું અર્થગાંભીર્ય અહીં સાયુજ્ય પામ્યું નજરે ચડે છે. આખરી પંક્તિમાં છંદ સાચવવાની મથામણમાં વ્યાકરણનો ઉંબરો ઓળંગવો પડ્યો છે એ બાદ કરીએ તો આખેઆખી ગઝલ સો ટચનું સોનું !

15 Comments »

 1. nehal said,

  May 22, 2015 @ 12:43 am

  Waah

 2. Pankaj Makwana said,

  May 22, 2015 @ 2:43 am

  ખુબ ખુબ આભાર ડો. વિવેક ટેલર જેી

 3. Rajnikant Vyas said,

  May 22, 2015 @ 3:29 am

  એટલે નારાજ છું હું, હાથથી-
  ફક્ત મુઠ્ઠી જેટલું વ્હેંચાય છે.

  આ શેર બહુ ગમ્યો. જો કે આખ્ખી ગઝલ સરસ છે.

 4. Pushpakant Talati said,

  May 22, 2015 @ 4:19 am

  વિવેકભાઈ;
  આપ જણાવો છો કે – આખરી પંક્તિમાં છંદ સાચવવાની મથામણમાં વ્યાકરણનો ઉંબરો ઓળંગવો પડ્યો છે –
  પણ મને તો આખરી પંક્તિમાં વ્યાકરણ ની ભુલ ન દેખાણી
  એટલે ઊડતી રહે છે રેત અહીં,
  એક મારામાં નદી સુકાય છે.
  આ ઉપરોક્ત પંક્તિમાં શું ભૂલ છે ? – જણાવશો પ્લીઝ.
  આભાર – બાકી એ વાત તો સાવ સાચી જ છે કે આખેઆખી ગઝલ સો ટચનું સોનું !
  રચનાં ની પસંદગી સરસ છે ઘણી જ ગમી – આભાર
  પુષ્પકાન્ત તલાટી નાં જયશ્રી ક્રુષ્ણ

 5. Harshad said,

  May 22, 2015 @ 4:39 am

  Beautiful gazal.

 6. વિવેક said,

  May 22, 2015 @ 9:18 am

  એટલે ઊડતી રહે છે રેત અહીં, – આ પંક્તિ બરાબર છે
  એક મારામાં નદી સુકાય છે. – આ પંક્તિમાં મારી દૃષ્ટિએ કવિ મારામાં એક નદી સુકાય છે એમ કહેવા માંગે છે પણ છંદ સાચવવા ‘એક’ની હેરફેર કરી હોવાથી પંક્તિનો અર્થ બદલાઈ જાય છે.

 7. Rasesh said,

  May 22, 2015 @ 9:50 am

  Enjoyed this Gazal and thank you Vivekbhai for the education.

 8. yogesh shukla said,

  May 22, 2015 @ 10:03 am

  ફક્ત હાથેથી નથી સરતો સમય,
  તુંય સામે એટલો ખર્ચાય છે.

  બહુજ સુંદર અને સરળ શબ્દોથી લખાયેલી ગઝલ , મને ગમી ગઈ ,

 9. Girish Parikh said,

  May 22, 2015 @ 12:35 pm

  માતૃભાષામાં આટલી સુંદર ગઝલો લખાય છે જાણી અનહદ આનંદ થાય છે. “૧૦૦ શ્રેષ્ઠ શેરોનો આનંદ” પુસ્તક માટે શેરોની પસંદગી કરવાનું કાર્ય એક ચેલેન્જ બનશે!
  –ગિરીશ પરીખ

 10. Girish Parikh said,

  May 22, 2015 @ 6:14 pm

  વિવેકની આખરી પંક્તિ વિશેની વાત મને તો નજીવી લાગી!

 11. ketan yajnik said,

  May 22, 2015 @ 11:23 pm

  વિવેકભાઈની વાત બરાબર છે અને ગીરીશ્ભૈની પણ.
  વાત નાજુક અને નજીવી છે
  પણ દુનિયા ઉજડી ગઈ તેનું શું?

 12. sudhir patel said,

  May 26, 2015 @ 10:24 pm

  સુંદર ગઝલનો બીજો અને ત્રીજો શે’ર કાબિલે-દાદ છે!

  સુધીર પટેલ

 13. naresh solanki said,

  May 26, 2015 @ 11:38 pm

  વાહ બહોત ખુબ ……

 14. રાકેશ ઠક્કર said,

  May 28, 2015 @ 4:02 am

  બહોત ખુબ …
  ફક્ત હાથેથી નથી સરતો સમય,
  તુંય સામે એટલો ખર્ચાય છે.

 15. chetan shukla 'chenam' said,

  June 18, 2015 @ 5:18 am

  સરસ અને સરળ ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment