વીત્યા સમયમાં સાચે કેવી હતી પળોજણ ?
થોડો સમય મળે તો કહી દઉં તને હું એ, પણ…
વિવેક મનહર ટેલર

કાચમાં રહે છે પારદર્શકતા – રમેશ પારેખ

કાચમાં રહે છે પારદર્શકતા,
એમ તમે મારામાં આરપાર રહેતાં…

ફૂટી ગયેલા આરપારતાને વળગીને,
તાકતી સપાટીઓ તો અંધ,
દાળમાંથી પાન જેમ ઉગી નીકળે છે,
એમ આપણને ઉગ્યો સબંધ…

પાનને લીલાશ બેઉ વચ્ચેની દુરતામાં,
જોજનનાં પૂર હવે વેહતાં,
તમે મારામાં આરપાર રહેતાં…

આખાયે પૂરને હું બે કાંઠે ઘુઘવતી,
ઘૂમરીની જેમ રે વલોવું,
ઘૂમ્યા કરે છે એકધારી ભીનાશ,
મને લાગતું ન ક્યાંક મારું હોવું…

હોવા વિનાની કોઈ શક્યતામાં ઓગળીને,
જળનો આકાર તમે લેતાં,
તમે મારામાં આરપાર રહેતાં…

– રમેશ પારેખ

અદભૂત…….. !!!!

7 Comments »

 1. Rajnikant Vyas said,

  May 4, 2015 @ 3:23 am

  આરપાર રહેતા અને જોજનના પૂરની દૂરતા. મારાપણું નથી રહ્યું અને હોવા વિનાની શક્યતામાં ઓગળવું. એક અનોખો ગૂઢ મરમ સમજાવતું અનુપમ કાવ્ય.

 2. ધવલ said,

  May 4, 2015 @ 10:26 am

  સલમ !

 3. yogesh shukla said,

  May 4, 2015 @ 11:21 pm

  સરસ રચના

 4. nehal said,

  May 5, 2015 @ 2:43 am

  ઘૂમ્યા કરે છે એકધારી ભીનાશ,
  મને લાગતું ન ક્યાંક મારું હોવું…

  હોવા વિનાની કોઈ શક્યતામાં ઓગળીને,
  જળનો આકાર તમે લેતાં,
  તમે મારામાં આરપાર રહેતાં…
  waah…Beautiful!

 5. mahesh dalal said,

  May 5, 2015 @ 6:23 pm

  સ્રરસ રચના

 6. ravindra Sankalia said,

  May 7, 2015 @ 11:02 am

  પારદર્શક અરીસા જેવી સ્વછ કવિતા.

 7. Harshad said,

  May 24, 2015 @ 3:28 am

  Sunder

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment