વાહન બરફના ચોસલા જેવા હશે કદાચ,
ગરમી પડે ને રોડનો ટ્રાફિક ઓગળે.
કુલદીપ કારિયા

પળની છાયા – મનોજ ખંડેરિયા

પળની છાયા તે હોય આવડી !

વીતકનું ઘાસ ઊગ્યું ખુલ્લે મેદાન
એનું હરિયાળું મૌન બધે ફરકે
ઊડતાં પતંગિયાંના રંગોની ઝાંય પડે
ઝાકળમાં ઓગળતા તડકે
સુગંધનાં પગલાંને સાચવતી બેઠી છે
પાંપણની બેય ભીની પાંદડી.

ઘેનમાં ઘેરાઈ જાઉં એવું ચોમેરથી
નીલું આકાશ મને ઘેરે
પાતળી દીવાલ બધી થઈ જાતી એવી કે
આખુંય ઘર ઊડે લ્હેરે
આભનીયે પ્હાડ દૂર ઘૂમી વળવાને
મારી આંગળીઓ થાય પવનપાવડી……

– મનોજ ખંડેરિયા

અત્યંત મુલાયમ શબ્દોમાં ગહેરી વાત કીધી છે – પળની છાયા અર્થાત કોઈક action અથવા inaction – જેના પરિણામ લંબાતા જતા પડછાયા જેવી છે…..સ્મૃતિમાં સુગંધ પણ છે અને ભીનાશ પણ છે…..કેદ કરતી દિવાલોય છે અને સ્મરણોનો નિ:સીમ વ્યાપ પણ છે…….

3 Comments »

 1. Rajnikant Vyas said,

  April 13, 2015 @ 3:28 am

  પળની છાયા નો વિશાળ વ્યાપ બહુ કોમળતાથી કવિએ ગીતમાં વણી લીધો છે. બહુ સુંદર કાવ્ય!

 2. Harshad V. Shah said,

  April 13, 2015 @ 1:14 pm

  Very good poem.

 3. Harshad said,

  May 13, 2015 @ 1:46 pm

  ગીત માટે કહૅવુ પડે બહૂત ખૂબ!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment