જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે
હૈયું છે દોસ્ત, કો’ક દી ભીંજાય પણ ખરું
વિવેક કાણે ‘સહજ’

મને આવો ખ્યાલ પણ નહોતો – પન્ના નાયક

IMG_0491

 

હું જ
      એક ઝાડ છું 
હું જ
      એ ઝાડની ડાળી પર બેઠેલો
      કાગડો
હું જ
      એ કાગડાની ચાંચમાંની
      પૂરી
હું જ
      એ ઝાડની નીચે ઊભેલું
      શિયાળ પણ.

મને કોઈ ખ્યાલ પણ નહોતો
      કે     
મારે જીવવી પડશે
બચપણમાં સાંભળેલી
આ વારતા!

– પન્ના નાયક

 

શેક્સપિયર કહી ગયેલો કે દુનિયા એક રંગમંચ છે અને આપણે બધા પોતપોતાના પાત્ર ભજવી રહ્યા છીએ. પણ એને પણ ખ્યાલ નહીં હોય છે એક જ માણસે એકી સાથે બધા જ પાત્રો ભજવવા પડે તો કેવો હાલ થાય !

2 Comments »

  1. Suresh Shah said,

    April 8, 2015 @ 11:44 PM

    આનંદ ફિલ્મના સંવાદ યાદ આવે છે – આ જીવન એક રંગમંચ છે. આપણે બધાં કઠપૂતળીઓ છીએ. ઊપરવાળો દોરીસંચાર કરે અને આપણને રમાડે.
    પન્નાબેન જીવનની પરવશતાને સુંદર રીતે રજૂ કરે છે.
    લાચારી, તકસાધુ, અરમાનોને દફનાવવા – આ બધું કરવું પડે છે.

    – સુરેશ શાહ, સિંગાપોર

  2. yogesh shukla said,

    April 9, 2015 @ 11:13 AM

    સરસ રચના
    જ્યાં દર્પણ દેખાય છે ત્યાજ અભિનય થાય છે ,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment