જગતના દુઃખથી ત્રાસ્યા હો તો રાખો દુઃખ મહોબ્બતનું,
એ એવું દર્દ છે જે સર્વ દર્દોને મટાડે છે.
બરકત વિરાણી ‘બેફામ’

સૃષ્ટિ છે એક કોયડો – રમેશ પારેખ

સૃષ્ટિ છે એક કોયડો ને અણઉકેલ છે
જાણ્યું તો જાણ્યું એ કે તે દુર્ભેદ્ય જેલ છે.

છે પગ તળે પથ્થર તરફ લઇ જાતા માર્ગ, ને
લોકો ખુદાના નકશા લઇ નીકળેલ છે.

ઉઘરાવી ઝેર, વ્હેંચે છે ખૈરાતમાં અમી
– એવું અમે તો સંત વિષે સાંભળેલ છે.

ચહેરો વીંછળતી જેના વડે મારી જિંદગી
એ જળને મૂળસોતાં સૂરજ પી ગયેલ છે.

જે કહેતું’તું – કરીશ તારા જીવમાં મુકામ
એ પંખી એનો વાયદો ભૂલી ગયેલ છે.

પહોંચ્યા છે તરસ્યા પ્રાણ સરોવર સુધી, રમેશ
કોને કહું કે એ બધું જળ ચીતરેલ છે !

                                                                                            – રમેશ પારેખ

 

આમ તો બધા શેર અલગ અલગ રીતે ચોટદાર છે, પરંતુ ત્રીજો શેર ખાસ માર્મિક છે –  ‘ એવું અમે તો સંત વિષે સાંભળેલ છે. ‘ –   અર્થાત, અમને ચોક્કસ જાતમાહિતી નથી, માત્ર આવી વાત સાંભળી છે….

6 Comments »

 1. nehal said,

  April 7, 2015 @ 12:40 am

  Waah. .Adbhut..

 2. ketan yajnik said,

  April 7, 2015 @ 9:07 am

  લયસ્તરો : સૃષ્ટિ છે એક કોયડો

  રહેવાનું છે લય માં ને ને સાચવવાનું છે સ્તર ને

  આ ભાર રમેશભાઈ, ધવલભાઈ,વિવેકભાઈ અને સમસ્ત લયસ્તરો કુટુંબીજનોનો

 3. yogesh shukla said,

  April 7, 2015 @ 11:15 am

  વાહ ,
  કોને કહું કે એ બધું જળ ચીતરેલ છે !

 4. vimala said,

  April 7, 2015 @ 4:18 pm

  ચહેરો વીંછળતી જેના વડે મારી જિંદગી
  એ જળને મૂળસોતાં સૂરજ પી ગયેલ છે.

  પહોંચ્યા છે તરસ્યા પ્રાણ સરોવર સુધી, રમેશ
  કોને કહું કે એ બધું જળ ચીતરેલ છે !
  અદ્દ્ભુત, અદ્દ્ભુત,
  જેવુ અદ્દ્ભુત છ અક્ષરનું નામ ઍવા અદ્દ્ભુત શેર.

 5. Harshad said,

  April 7, 2015 @ 9:08 pm

  Very Good. Like it.

 6. ravindra Sankalia said,

  April 8, 2015 @ 8:26 am

  ચહેરો વિછળતી મારી જિન્દગી એ શેર ઘણો ગમ્યો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment