ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

ગઝલ – વજેસિંહ પારગી

શ્વાસ છે ને શરીર આજે છે,
જાત મારી અમીર આજે છે.

આંખ સામે કો લક્ષ્ય મૂકી દે,
હાથમાં મારા તીર આજે છે.

હુંય આસન લાગાવી બેઠો છું,
મારી ભીતર કબીર આજે છે.

દેહ દરગાહ જેવો લાગે છે,
રૂહ પણ જાણે પીર આજે છે.

– વજેસિંહ પારગી

કોઇ કોઇ કવિતા ગાઢ સંતોષમાંથી જન્મતી હોય છે. સંતોષ જ્યારે એક હદ વટાવી જાય ત્યારે માણસ અમીર-પીર-કબીર થઇ જાય છે. અમીર પછી પીર ને પછી કબીર – દિલ તર થઈ જવાની આ ત્રણ અવસ્થાઓ છે. છેલ્લા થોડા દીવસથી આ ગઝલને રોજ વાંચી રહ્યો છું. માણસ આગળના સ્તર પર જવા માટે તૈયાર થઇ જાય ત્યારે કેવી લાગણી થતી હશે એનો આછો અનુભવ આ પંક્તિઓથી પામી રહ્યો છું.

7 Comments »

 1. ABDUL GHAFFAR KODVAVI said,

  April 2, 2015 @ 3:51 am

  દેહ દરગાહ જેવો લાગે છે
  રૂહ પણ પીર આજે છે

  ગજબ ની જોડણી
  મુસલમાનો ના પીર થી અકિદ્ત
  પછી બધા મુસલમાનો થી વેર વ્રતી શા માટે?દેહ દરગાહ જેવો લાગે છે
  રૂહ પણ પીર આજે છે

  ગજબ ની જોડણી
  મુસલમાનો ના પીર થી અકિદ્ત
  પછી બધા મુસલમાનો થી વેર વ્રતી શા માટે?

 2. Pravin Shah said,

  April 2, 2015 @ 4:28 am

  Very nice

 3. વિવેક said,

  April 2, 2015 @ 8:43 am

  સુંદર ગઝલ… પહેલો અને આખરી શેર સવિશેષ સ્પર્શી ગયા…

 4. yogesh shukla said,

  April 2, 2015 @ 11:46 am

  હુંય આસન લાગાવી બેઠો છું,
  મારી ભીતર કબીર આજે છે.
  સુંદર ગઝલ

 5. Sureshkumar G. Vithalani said,

  April 2, 2015 @ 2:29 pm

  A very nice Gazal. Many many congratulations to the poet.

 6. RAKESH said,

  April 3, 2015 @ 4:07 am

  Nice one!

 7. DipakkumR said,

  June 4, 2015 @ 3:45 pm

  સરસ થોડામાં ઘણું કહી જાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment