ઝરણાનું દે નામ અને ના આપે વહેવું ! આ તે કેવું ?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું ! આ તે કેવું ?
કૃષ્ણ દવે

જિન્દગીનો તરાપો – -મકરંદ દવે

કોઈ અદીઠ ભણી વણથંભ્યા વાયરે
જિન્દગીનો જાય છે તરાપો.

લાખ વાર તરતા રહેવાની તાકાત ભલે
એક વાર ડૂબવાનું સાચું.
મોજાંની સોડ મારી ક્યાં રે ન જાણું
હું તો મોજાંએ મોજાંએ નાચું;
દરિયો તો બદલે મિજાજ એમાં બદલાતો
ખારવાનો ખોટો બળાપો.

આઘી આઘી કળાય આથમણી કોર એને
પાસે ને પાસે પિછાણી,
પાણી પર ઝલમલતાં કિરણો, ને કિરણોમાં
ઊંડાપતાળ જોઉં પાણી;
જળની આ ચાદરમાં પોઢું, તો પ્રાણ, મને
આખું આકાશ વણી આપો !

-મકરંદ દવે

સિદ્ધહસ્ત કલમે કેવું રમ્ય ચિત્રણ કર્યું છે !!! શબ્દસૌંદર્ય એવું મનોરમ છે કે અર્થગાંભીર્યને જરાપણ હાવી થવા દેતું નથી……

8 Comments »

  1. Rajnikant Vyas said,

    March 30, 2015 @ 3:36 AM

    ગંભીર અર્થ સાથે લય અને પ્રાસથી વણેલું ગેય ગીત.
    આસ્વાદ કરાવવા માટે આભાર.

  2. વિદ્યુત ઓઝા said,

    March 30, 2015 @ 5:31 AM

    જિંદગીની સાચી ઓળખાણ અદમ્ય આશ અને તૃપ્તિ ભર્યું વિદ્યુત ઓઝા

  3. Sharad Shah said,

    March 30, 2015 @ 5:54 AM

    બસ આ મોજાએ મોજાએ મોજ માણતા આવડી જાય તો તરાપો તો ઠીક, તણખલું પણ પાર લાગી જાય છે. ખુબ જ સુંદર ભાવ ભરેલ કાવ્ય. મકરંદભાઈને સો સો સલામ.

  4. “જિન્દગીનો તરાપો” (ગિરીશના ભાવ પ્રતિભાવ) | Girishparikh's Blog said,

    March 31, 2015 @ 2:33 PM

    […] આજે મારા પ્રિય કવિ મકરંદ દવેનું ગીત “જિન્દગીનો તરાપો” વાંચી મન આનંદસાગરમાં ઝૂલવા લાગ્યું! અને “નાસ્તિક” ફિલ્મના પ્રદીપજીના ગીતની આ પંક્તિઓ યાદ આવીઃ “હિંમત ન હાર પ્રભુકો પુકાર વોહી તેરી નૈયા લગાયેગા પાર …” “જિન્દગીનો તરાપો” ગીત વાંચોઃ https://layastaro.com/?p=12710 […]

  5. kishoremodi said,

    April 1, 2015 @ 11:24 AM

    સરસ રચના

  6. vineshchandra chhotai said,

    April 5, 2015 @ 4:29 PM

    માન નિય મક્રન્દ્ભૈ ,,,,,નિ કલમ ના હરેક પાસા બહુજ ……..મન્થન ને વિચાર …….કર્તા ……………………..ભૌજ સરસ …..સમ્જવ જેવિ વાતો ……..

  7. ravindra Sankalia said,

    April 9, 2015 @ 3:42 AM

    જિન્દગીનો તરપો કાવ્ય તો સરસ છેજ પણ કાવ્ય્નો ઉપાડ જ “કોઇ અદીઠ ભણી વણથભ્યા વાયરે”ખુબ સરસ છે.

  8. Jigar said,

    March 18, 2016 @ 2:25 PM

    one of the classics !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment