કદી એક રાવણ, કદી કંસ એક જ હતા પૂરતા તમને અવતારવાને,
અમે આજે લાખો-હજારો વચાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
વિવેક મનહર ટેલર

જિન્દગીનો તરાપો – -મકરંદ દવે

કોઈ અદીઠ ભણી વણથંભ્યા વાયરે
જિન્દગીનો જાય છે તરાપો.

લાખ વાર તરતા રહેવાની તાકાત ભલે
એક વાર ડૂબવાનું સાચું.
મોજાંની સોડ મારી ક્યાં રે ન જાણું
હું તો મોજાંએ મોજાંએ નાચું;
દરિયો તો બદલે મિજાજ એમાં બદલાતો
ખારવાનો ખોટો બળાપો.

આઘી આઘી કળાય આથમણી કોર એને
પાસે ને પાસે પિછાણી,
પાણી પર ઝલમલતાં કિરણો, ને કિરણોમાં
ઊંડાપતાળ જોઉં પાણી;
જળની આ ચાદરમાં પોઢું, તો પ્રાણ, મને
આખું આકાશ વણી આપો !

-મકરંદ દવે

સિદ્ધહસ્ત કલમે કેવું રમ્ય ચિત્રણ કર્યું છે !!! શબ્દસૌંદર્ય એવું મનોરમ છે કે અર્થગાંભીર્યને જરાપણ હાવી થવા દેતું નથી……

8 Comments »

 1. Rajnikant Vyas said,

  March 30, 2015 @ 3:36 am

  ગંભીર અર્થ સાથે લય અને પ્રાસથી વણેલું ગેય ગીત.
  આસ્વાદ કરાવવા માટે આભાર.

 2. વિદ્યુત ઓઝા said,

  March 30, 2015 @ 5:31 am

  જિંદગીની સાચી ઓળખાણ અદમ્ય આશ અને તૃપ્તિ ભર્યું વિદ્યુત ઓઝા

 3. Sharad Shah said,

  March 30, 2015 @ 5:54 am

  બસ આ મોજાએ મોજાએ મોજ માણતા આવડી જાય તો તરાપો તો ઠીક, તણખલું પણ પાર લાગી જાય છે. ખુબ જ સુંદર ભાવ ભરેલ કાવ્ય. મકરંદભાઈને સો સો સલામ.

 4. “જિન્દગીનો તરાપો” (ગિરીશના ભાવ પ્રતિભાવ) | Girishparikh's Blog said,

  March 31, 2015 @ 2:33 pm

  […] આજે મારા પ્રિય કવિ મકરંદ દવેનું ગીત “જિન્દગીનો તરાપો” વાંચી મન આનંદસાગરમાં ઝૂલવા લાગ્યું! અને “નાસ્તિક” ફિલ્મના પ્રદીપજીના ગીતની આ પંક્તિઓ યાદ આવીઃ “હિંમત ન હાર પ્રભુકો પુકાર વોહી તેરી નૈયા લગાયેગા પાર …” “જિન્દગીનો તરાપો” ગીત વાંચોઃ http://layastaro.com/?p=12710 […]

 5. kishoremodi said,

  April 1, 2015 @ 11:24 am

  સરસ રચના

 6. vineshchandra chhotai said,

  April 5, 2015 @ 4:29 pm

  માન નિય મક્રન્દ્ભૈ ,,,,,નિ કલમ ના હરેક પાસા બહુજ ……..મન્થન ને વિચાર …….કર્તા ……………………..ભૌજ સરસ …..સમ્જવ જેવિ વાતો ……..

 7. ravindra Sankalia said,

  April 9, 2015 @ 3:42 am

  જિન્દગીનો તરપો કાવ્ય તો સરસ છેજ પણ કાવ્ય્નો ઉપાડ જ “કોઇ અદીઠ ભણી વણથભ્યા વાયરે”ખુબ સરસ છે.

 8. Jigar said,

  March 18, 2016 @ 2:25 pm

  one of the classics !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment