ભીતરે કેટલું દટાયું છે !
– એક લોથલ વસે છે મારામાં.
વિવેક મનહર ટેલર

અરે, કોઈ તો….. – જગદીશ જોષી

હું એકાગ્ર ચિત્તે વાંચું છું.

સામેની બારીનો રેડિયો
મારા કાનમાં કંઈક ગર્જે છે.
દીવાલ પરનું ઈલેકિટ્રક ઘડિયાળ
વર્તમાન સાથે ઘસાતું ચાલે છે.
ટ્યૂબલાઈટનું સ્ટાર્ટર
તમરાંનું ટોળું થૈ કણસ્યા કરે છે.
ઉઘાડા પડેલા દરવાજાની ઘંટી
ડચકાં ભરતી રણકે છે.
ઘરનો નોકર દૂધવાળા જોડે
અફવાઓની આપલે કરે છે.
પડોશણનો અપરિચિત ચહેરો
કૂથલીના ડાયલ ફેરવે છે.
રસ્તા પરનો નાહકનો ઝઘડો
બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે.

ઓચિંતો ફ્યૂઝ જતાં, લાઈટ
અંધારું થઈને પથરાઈ જાય છે.
મારો આખો માળો અંધારો ધબ…

નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે:

‘‘કાલિદાસ! તુકારામ! અલ્યા નરસિંહ ! અરે, કોઈ તો
ઈલેક્ટ્રિશ્યનને બોલાવો !”
બાજુવાળાં મીરાંબહેન સ્વસ્થ અવાજે કહે છે:
” અરે, ગિરિધર ! સાંભળે છે કે,-
પહેલાં મીણબત્તી તો લાવ…”

અને-
મારી ચાલીમાં
મારા માળામાં
મારા ઘરમાં
મારા દેશમાં
મીણબત્તીની શોધાશોધ ચાલે છે…

-જગદીશ જોષી

પ્રત્યેક પંક્તિમાં સૂચિતાર્થો છે. પ્રત્યેક નામમાં પણ ગુહ્યાર્થ ભર્યા છે. ફ્યૂઝ જતાં લાઈટ અંધારું થઈને પથરાઈ જાય છે……. – અદભૂત satire…..

ગંભીર વ્યંગ છે. ડંખીલો કે મારકણો વ્યંગ નથી. વિચારતા કરી દે એવો વ્યંગ છે. વાત માત્ર કવિના દેશને લાગુ પડતી નથી. સમગ્ર વિશ્વને સુપેરે લાગુ પડે છે. મીણબત્તી એટલે જેને બુદ્ધ ‘સમ્યક દર્શન’ કહે છે તેવી unbiased અને free દ્રષ્ટિ. દુનિયાના સૌથી કઠીન કામોમાંનું એક કામ છે – સ્વતંત્ર વિચાર કરવો. માનવજાત કોઈને કોઈ ઓઠા હેઠળ આ કામને ચતુરાઈપૂર્વક ટાળતી આવી છે.

12 Comments »

  1. Suesh Shah said,

    March 29, 2015 @ 1:13 AM

    વાસ્તવિકતા નો સ્વીકાર કરવો સહેલો નથી.
    ખરેખર, વિચારતા કરી દે એવો વ્યંગ છે. વિરોધાભાસ પણ છે.

    ‘‘કાલિદાસ! તુકારામ! અલ્યા નરસિંહ ! અરે, કોઈ તો
    ઈલેક્ટ્રિશ્યનને બોલાવો !”
    બાજુવાળાં મીરાંબહેન સ્વસ્થ અવાજે કહે છે:
    ” અરે, ગિરિધર ! સાંભળે છે કે,-
    પહેલાં મીણબત્તી તો લાવ…”

    શરણ કોનુ લઈએ ….

    unbiased અને free દ્રષ્ટિ. દુનિયાના સૌથી કઠીન કામોમાંનું એક કામ છે – સ્વતંત્ર વિચાર કરવો. માનવજાત કોઈને કોઈ ઓઠા હેઠળ આ કામને ચતુરીપૂર્વક ટાળતી આવી છે.

    – સુરેશ શાહ, સિંગાપોર

  2. nILESH said,

    March 29, 2015 @ 2:36 AM

    જગદીશ જોષી ખરેખર, વિચારતા કરી દે એવો વ્યંગ છે.

  3. ketan yajnik said,

    March 29, 2015 @ 7:27 AM

    હજી ગઈ કાલની વાત છે હ્વવે તો જાગો

    તપ કરો છો બંધ રાખી આંખ કિંતુ
    એક બારી તો ઉઘાડી હોત ભીતર

    – નીરજ મહેતા

    વધુ શું કહેવું !એક તો “જોષી ” અને બીજા “મહેતા”

  4. vijay joshi said,

    March 29, 2015 @ 10:18 AM

    Loved beautiful graphic imagery of mundane everyday life juxtaposed
    against the backdrop of past references.
    I just wish the poem would have ended without the last stanza because it is already implied in the previous stanza and so has become redundant.

  5. vineshchandra chhotai said,

    March 29, 2015 @ 11:02 AM

    બહુ જ સરસ રજુવાત , વ્યન્ગ કાવ્યો બહુ જ , જવલ્લેજ જોવા મલે , હકિકત તો , વ્યન્ગ્કવ્યો રચ્નાર કવિ વર્ગ , અલુપત , ભાસે ………….આ જ સમ્યે તમોને હર્દિક અભિનન્દાન ને ધન્ય્વાએ સ્વિકાર કર્સોજિ

  6. preetam Lakhlani said,

    March 29, 2015 @ 1:01 PM

    મારી ગમતી કવિતા…….

  7. yogesh shukla said,

    March 30, 2015 @ 12:39 AM

    વ્યંગ સાથે વાસ્તવિકતા , રચના બહુજ સહજ રીતે લખાઇ છે ,

  8. Rajnikant Vyas said,

    March 30, 2015 @ 12:57 AM

    અનેક બાધાઓ હોવા છતાં એકાગ્રતાથી કામ કરવું એ જ સફળતાનો પાયો છે. કાવ્ય આ સત્યને પ્રતિકાત્મક રીતે વ્યંગ સાથે ખૂબીથી રજુ કરે છે. કાવ્ય બહુ ગમ્યું.

  9. kishoremodi said,

    April 1, 2015 @ 11:29 AM

    એક ઉમદા રચના.વાસ્તવિકતાથી મન ખૂબ જ આંદોલિત થઈ જાય છે.

  10. VIPUL PARMAR said,

    April 2, 2015 @ 8:59 AM

    ખુબ સરસ …!!!

    વ્યાસ જેવા નીચેના નીચલે માળ …..!!!

    એ વ્યંગ જુઅઓ….. વાહ્… કવિ….!!!

  11. VIPUL PARMAR said,

    April 2, 2015 @ 8:59 AM

    ખુબ સરસ …!!!

    વ્યાસ જેવા નીચેના નીચલે માળ …..!!!

    એ વ્યંગ જુઓ….. વાહ્… કવિ….!!!

  12. Sureshkumar G. Vithalani said,

    April 2, 2015 @ 2:51 PM

    Very good poem, indeed. Congratulations to one of the great poets of gujarati : Shri Jagdish Joshi.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment