શી ખબર કોને ભીંજવશે ક્યાં જશે ?
નામ ક્યારે હોય છે વાદળ ઉપર ?
મનહરલાલ ચોક્સી

ગઝલ – સ્નેહી પરમાર

કરચલી પડે ને પ્રગટ પ્રેમ થોડો ઘટી જાય છે
પછી પ્રેમમાં ખેવનાનો નશો પણ ભળી જાય છે.

અહીં એક માણસ કમરથી જરા જો નમી જાય છે,
ખબર ના પડે, કોણ આવી ને ખભ્ભો ધરી જાય છે.

નર્યાં પ્રેમપત્રોનાં પરબીડિયાં થઈ રહી જાય છે,
સમય જાય છે એમ આંખોય આંખો મટી જાય છે.

ખુશીમાં સુગંધોથી લથબથ રૂમાલો થતા એ બધા,
કદી તાવ આવે તો મીઠાંના પોતાં બની જાય છે.

મને આંખ-માથું દુખે ને ભૂલી જાય તારીખ એ,
કહો પ્રેમ કેવા સમયના સીમાડા વતી જાય છે !

– સ્નેહી પરમાર

મજાની ગઝલ…

6 Comments »

 1. narendrasinh said,

  May 9, 2015 @ 3:06 am

  કરચલી પડે ને પ્રગટ પ્રેમ થોડો ઘટી જાય છે
  પછી પ્રેમમાં ખેવનાનો નશો પણ ભળી જાય છે વાહ વાહ

 2. સુનીલ શાહ said,

  May 9, 2015 @ 4:38 am

  સુંદર ગઝલ
  છેલ્લા શેરમાં ”વટી” આવશે ?

 3. yogesh shukla said,

  May 9, 2015 @ 1:07 pm

  અહીં એક માણસ કમરથી જરા જો નમી જાય છે,
  ખબર ના પડે, કોણ આવી ને ખભ્ભો ધરી જાય છે.

  સરસ ગઝલ

 4. vimala said,

  May 9, 2015 @ 1:22 pm

  અહીં એક માણસ કમરથી જરા જો નમી જાય છે,
  “ખબર ના પડે, કોણ આવી ને ખભ્ભો ધરી જાય છે.”
  વ્રુધ્ધાવસ્થાના વ્હાલ અને સાથની સુન્દર અભિવ્યક્તિ.

 5. Harshad said,

  May 10, 2015 @ 9:34 pm

  સરસ

 6. Rajnikant Vyas said,

  May 11, 2015 @ 1:34 am

  મને આંખ-માથું દુખે ને ભૂલી જાય તારીખ એ,
  કહો પ્રેમ કેવા સમયના સીમાડા વટી જાય છે !

  ાબહુ સરસ અને સરળ ગઝલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment