ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.
હિમાંશુ ભટ્ટ

છાની વાતને ફડક – ધૂની માંડલિયા

મારી જ અંદર, એક એકાકી સડક છે,
દ્વંદ્વોના દરિયા છે, વિચારોના ખડક છે.

જો જીભ આવે ભીંતને, તો તો શું થશે ?
પ્રત્યેક છાની વાતને એની ફડક છે.

ફૂલોને મળવા તોય દોડી ગઇ હવા,
એને ખબર છે, કાંટાનો પહેરો કડક છે.

હું તો કરું છું પ્રેમ, ને વાતો તમે,
મારા-તમારા વચ્ચે બસ, આ ફરક છે.

આંખો અમારી છે એવો હક્ક દૃશ્યનો
આંસુ કહે, એવો અમારો મલક છે.

હમણાં જ એ આવી ગયા, એથી જ તો,
‘ધૂની’ શ્વાસના ચહેરા ઉપર કેવી ચમક છે.

– ધૂની માંડલિયા

8 Comments »

  1. Suesh Shah said,

    March 10, 2015 @ 4:31 AM

    જો જીભ આવે ભીંતને, તો તો શું થશે ?
    પ્રત્યેક છાની વાતને એની ફડક છે.
    ભીંતને પણ કાન હોય છે.
    છાની વાતની આ ફડક સાચી છે. કાંઈ છાનુ રહેતું નથી.
    અને પછી અફવાઓનો દોર ચલુ થઈ જાય.
    કાંઈ કેટલાય જીવ આમાં અટવાયા ….

  2. narendrasinh said,

    March 11, 2015 @ 3:25 AM

    આંખો અમારી છે એવો હક્ક દૃશ્યનો
    આંસુ કહે, એવો અમારો મલક છે વાહ વાહ્

  3. chandresh said,

    March 11, 2015 @ 4:54 AM

    જો જીભ આવે ભીંતને, તો તો શું થશે ?
    પ્રત્યેક છાની વાતને એની ફડક છે.

  4. Rajnikant Vyas said,

    March 11, 2015 @ 7:52 AM

    મારી જ અંદર, એક એકાકી સડક છે,
    દ્વંદ્વોના દરિયા છે, વિચારોના ખડક છે.

    એકાકી સડક જેવુ મન, નિરન્તર ચાલતુ દ્વન્દ્વ અને ખડક જેવા ન બદલી શકાય તેવા વિચારો! વાહ કવિ!

  5. yogesh shukla said,

    March 11, 2015 @ 2:41 PM

    હું તો કરું છું પ્રેમ, ને વાતો તમે,
    મારા-તમારા વચ્ચે બસ, આ ફરક છે.

    બહુજ સુંદર રચના ,…. આનંદ , આનંદ થઇ ગયો ,

  6. Pravinchandra K. Shah said,

    March 11, 2015 @ 4:07 PM

    બહુજ સરસ.

  7. Harshad said,

    March 13, 2015 @ 8:24 PM

    Beautiful. Like it.

  8. ભૂપેન્દ્ર ગૌદાણા said,

    March 22, 2015 @ 11:43 PM

    મારા માં રહેલ “હૂં”ની ઓળખ મેળવવી તેને પ્રાથમિકતા ગણીયે તો શરિરના મૂળ પાંચ તત્વો- પંચ મહાભૂત નો પરિચય કે ઑળખ મળે.
    મારી જ અંદર, એક એકાકી સડક છે,
    દ્વંદ્વોના દરિયા છે, વિચારોના ખડક છે.

    અને આખરી પંક્તિઓમાં…

    હમણાં જ એ આવી ગયા, એથી જ તો,
    ‘ધૂની’ શ્વાસના ચહેરા ઉપર કેવી ચમક છે.

    કહીને બદ્ધાજ તત્વોનું સંકલન લાગણી વડે કરી બતાવ્યું

    પ્રેમ અને એની અભિવ્યક્તિ વચ્ચેનો શુક્ષ્મ ભેદ શબ્દોની મર્યાદા પણ બતાવી જાણી આ પંક્તિ સમુહ વડે
    હું તો કરું છું પ્રેમ, ને વાતો તમે,
    મારા-તમારા વચ્ચે બસ, આ ફરક છે.

    અને છતાં શબ્દોની તાકાત થી ફડક પણ છે,

    જો જીભ આવે ભીંતને, તો તો શું થશે ?
    પ્રત્યેક છાની વાતને એની ફડક છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment