કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલધમાલ થઈ ગઈ.
કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.
અનિલ ચાવડા

ગઝલ – હરકિસન જોષી

જઈએ ક્યાં ને કોને મળીએ ?
બહેતર છે કે પાછા વળીએ.

રોજ અનિદ્રા આવી પીડે,
કહે, સ્વપ્નમાં ક્યાંથી, મળીએ !

સૂક્યા તો પથ્થર થઈ બેઠા,
બરફ જેમ ના તો ઓગળીએ !

અંધકારને અંધકાર છે,
કંઈ ના સૂઝે, કંઈ ન કળીએ !

રણથી ભાગી ઘર આવ્યા તો,
મૃગજળ દોડી આવ્યા ફળિયે !

મોજાંને નાહક ઉથલાયો,
મોતી તો પથરાયા તળિયે !

પુષ્પ લૂંટાતા જોઈ કુંવારી –
મ્હેક લપાઈ કળીએ કળીએ !

– હરકિસન જોષી

મજાની ગઝલ…

4 Comments »

  1. dharmesh said,

    May 23, 2015 @ 9:23 AM

    ઉત્તમ રચના… વાહ

  2. Sureshkumar G. Vithalani said,

    May 23, 2015 @ 10:02 AM

    Very nice Gazal, indeed.

  3. Harshad said,

    May 23, 2015 @ 10:47 AM

    ખૂબ જ સુન્દર !! વાહ!

  4. suresh baxi said,

    May 23, 2015 @ 6:16 PM

    સુકયા પથ્થ્રર થઇ બેઠા આ આખો વિચાર સમજાવો તો સારુ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment