હજી માંડ થોડી રજૂઆત થઈ છે,
તમે કહો છો, સારી શરૂઆત થઈ છે.
સ્મરણની ગલીઓ ઉજળિયાત થઈ છે,
ભલે સ્વપ્નમાં, પણ મુલાકાત થઈ છે.
વિવેક મનહર ટેલર

ગઝલ – ભરત વિંઝુડા

ખાલીપામાં ખાલીપો પૂરાય છે
આપણે મળીએ તો એવું થાય છે !

આ ક્ષણે થોડું ઘણું સમજાય છે
જાય તે શું કામ અહીંથી જાય છે ?

ચીજ વસ્તુઓ ઘણી ખોવાય છે
ને ફકત તારા સ્મરણ સચવાય છે !

જાઉં તો એ ત્યાં જ પોતાના સ્થળે
છે અને અહીંયાથી ન નીકળાય છે !

તારી પાસે આવી ઊભો રહું અને
ઘર ગઝલનું ત્યાથી બસ દેખાય છે !

– ભરત વિંઝુડા

બધા જ શેર સરસ પણ રહી પડવાનું મન થઈ આવે એવું ગઝલનું ઘર જરા વધુ ગમી ગયું.

6 Comments »

 1. “ગઝલનું ઘર” | Girishparikh's Blog said,

  September 19, 2015 @ 1:17 am

  […] ભરત વિઝુડાની ગઝલ પોસ્ટ કરી છેઃ http://layastaro.com/?p=12639 છેલ્લો શેર છેઃ “તારી પાસે આવી ઊભો […]

 2. nehal said,

  September 19, 2015 @ 8:45 am

  Waah saras..

 3. MAheshchandra Naik (Canada) said,

  September 20, 2015 @ 2:05 am

  સરસ ગઝલ અને બધા જ શેર મનભાવન આપનો આભાર……કવિશ્રીને અભિનંદન……

 4. Rina said,

  September 20, 2015 @ 8:55 pm

  waaahhh

 5. yogesh shukla said,

  September 20, 2015 @ 10:52 pm

  વાહ કવિ શ્રી વાહ ,….
  તારી પાસે આવી ઊભો રહું અને
  ઘર ગઝલનું ત્યાથી બસ દેખાય છે !

 6. Poonam said,

  September 21, 2015 @ 5:59 am

  ચીજ વસ્તુઓ ઘણી ખોવાય છે
  ને ફકત તારા સ્મરણ સચવાય છે !
  – ભરત વિંઝુડા…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment