એ જતાં ને આવતાં વહેરે મને,
શ્વાસને પણ બેઉ બાજુ ધાર છે.
હર્ષા દવે

તપેલી છે – સ્નેહી પરમાર

એને ખુદની દિશા જડેલી છે
એ પરત કાંઠેથી વળેલી છે

ઠારવાની છે આગ કોઈની
એ જ કારણથી એ તપેલી છે

આગ કરતાંય ભૂખ વસમી છે
એટલું શાસ્ત્ર એ ભણેલી છે

ઠામ ઘસનાર બાઈની સાથે
રોજ છાનું-છૂપું રડેલી છે

ઊંઘતા જોઈ ઘરના સભ્યોને
સાવ ખાલી, છતાં ભરેલી છે

જેમ ચડ્યું’તું કોઈ સૂળી પર
એમ ચૂલા ઉપર ચડેલી છે

– સ્નેહી પરમાર

‘તપેલી’ જેવા પાત્ર પર મુસલસલ ગઝલ? તેય આવી ઉમદા? વાહ કવિ! મત્લાનો શેર તપેલીના કુળનો નથી થયો પણ એ એટલો મજાનો છે કે નડતો નથી. અને એ પછીના એક-એક શેર સીધેસીધા જ દિલને સ્પર્શી જાય એવા ઉત્તમ થયા છે.

13 Comments »

 1. Rakesh Thakkar, Vapi said,

  May 25, 2017 @ 4:54 am

  ઉમદા ગઝલ.

 2. chandresh said,

  May 25, 2017 @ 5:20 am

  આગ કરતાંય ભૂખ વસમી છે
  એટલું શાસ્ત્ર એ ભણેલી છે
  સરસ

 3. સ્નેહી પરમાર said,

  May 25, 2017 @ 6:52 am

  ખુબ આભાર વિવેકભાઈ
  લયસ્તરોની મજા જ કૈં ઔર

 4. Vineshchandra Chhotai said,

  May 25, 2017 @ 7:35 am

  Bahuj saras rajuwat ,😀😁😂

 5. સુનીલ શાહ said,

  May 25, 2017 @ 7:58 am

  સુંદર ગઝલ…
  અસ્મિતાપર્વમાં સ્નેહીભાઈના મુખે સાંભળવાની મઝા જ કૈં ઓર હતી.
  પહેલો શેર તપેલી વિશેનો છે પણ…બીજા શેર અને તે પછીના વાંચીએ ત્યારે સમજાય છે કે કાંઠેથી વળેલી છે એ વાત તપેલી વિશેની છે.
  વિવેકભાઈના જ શબ્દો કોપી–પેસ્ટ કરું છું…
  ‘તપેલી’ જેવા પાત્ર પર મુસલસલ ગઝલ? તેય આવી ઉમદા? વાહ કવિ!

 6. ચેનમ શુક્લ said,

  May 25, 2017 @ 8:46 am

  એટલું કહી શકાય કે આ ગઝલ ગમેલી છે ……

 7. Pravin Shah said,

  May 25, 2017 @ 6:18 pm

  khub sunder atle gameli chhe

 8. Pravin Shah said,

  May 25, 2017 @ 6:28 pm

  ખુબ સુન્દર એટ્લે ગમેલિ ચ્હે

 9. Pravin Shah said,

  May 25, 2017 @ 6:30 pm

  ખુબ સરસ એટ્લે ગમેલી ચ્હે

 10. Shivani Shah said,

  May 25, 2017 @ 11:43 pm

  આ ગઝલ વાંચીને વીન્સન્ટ વાનગૉગનું કોઇક ખેડૂતના જૂના ઘસાયેલા જૂતાનું ( a pair of shoes ) painting યાદ આવી ગયું. એ જ ‘તપેલી’ વાળો દ્રષ્ટિકોણ પણ અભિવ્યક્તિનું માધ્યમ જૂદું !

  In a letter to his brother Theo, Vincent Van Gogh said, “It is good to love as many things as one can. … I see paintings or drawings in the poorest cottages, in the dirtiest corners. And my mind is driven toward these things with an irresistible momentum. … Poetry surrounds us everywhere, but putting it on paper is, alas, not so easy as looking at it. I dream my painting, and then I paint my dream.” To be spiritual is to have an abiding respect for the great mysteries of life and to see the fingerprints of the Divine in the most ordinary objects and things.

  We see that touch in A Pair of Shoes, and we are grateful to Van Gogh for opening our eyes to these humble companions which we usually take for granted. The artist conveys the sanctity of the shoes and as a result, we are compelled to reframe our view of them. Thank you, Vincent, for helping us to love as many things as we can.

 11. Pratima shah said,

  May 26, 2017 @ 1:48 am

  Ek uttam gazal.

 12. સંજુ વાળા said,

  May 26, 2017 @ 2:56 am

  વાહ.. વાહ
  કવિતા વસ્તુસ્થિતિને ઓગાળી નાખે અને ધારેલા લક્ષ્ય સુધી ભાવકને ખેંચી જાય એ સારી.
  પણ
  જે નવેસરથી વિચારવા અને વિચારતા વિહ્વળ કરે એ ઉત્તમ.
  અભિનંદન કવિ.

 13. Lata hirani said,

  May 26, 2017 @ 7:06 am

  વિવેકભાઈ સાથે સંપૂર્ણ સહમત છું..
  ઉત્તમ ગઝલ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment