શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.
વિવેક મનહર ટેલર

હરી ગયો – નિરંજન ભગત

હરિવર મુજને હરી ગયો !
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો !

અબુધ અંતરની હું નારી,
હું શું જાણું પ્રીતિ ?
હું શું જાણું કામણગારી
મુજ હૈયે છે ગીતિ ?
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો !

સપનામાંયે જે ના દીઠું
એ જાગીને જોવું !
આ તે સુખ છે કે દુ:ખ મીઠું ?
રે હસવું કે રોવું ?
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો !
હરિવર મુજને હરી ગયો !

– નિરંજન ભગત

કેવું મજાનું પ્રણયગીત ! સરળ બાનીમાં કેવી મજાની કેફિયત !

4 Comments »

 1. KETAN YAJNIK said,

  August 27, 2015 @ 3:45 am

  અંગ્રેજીના પ્રોફેસર ગુજરાતી પર છવાઈ ગયા
  હરિવર મુજને હરી ગયો

 2. Girish Parikh said,

  August 27, 2015 @ 11:50 am

  ગુજરાતીમાં સર્જન કરતા મારા પ્રિય સાહિત્યકારોમાં એક છે નિરંજન ભગત. જીવંત સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ મળી શકે છે. નિરંજનભાઈ એ માટે યોગ્ય છે.
  આ વિશે વધુ વાંચોઃ http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર.
  –ગિરીશ પરીખ

 3. નોબેલ પ્રાઈઝ મેળવી શકે એવા ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકારોઃ ૧ | Girishparikh's Blog said,

  August 27, 2015 @ 12:33 pm

  […] આ અદભુત હરિગીત પોસ્ટ કર્યું છેઃ http://layastaro.com/?p=12590 મારો પ્રતિભાવઃ ગુજરાતીમાં સર્જન […]

 4. Eedudinrindu said,

  October 26, 2015 @ 11:28 am

  I was struck by the hostney of your posting

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment