બધું ત્યાગી દઈને જાતને પણ ખોઈ દેવાનું,
સમંદરને કદાચિત્ આ નદી સમજાય તો સમજાય.
વિવેક મનહર ટેલર

તમે જિંદગી વાંચી છે ? – મુકેશ જોષી

સુખની આખી અનુક્રમણિકા
અંદર દુ:ખના પ્રકરણ
તમે જિંદગી વાંચી છે ?
વાંચો તો પડશે સમજણ

પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં, જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને, પાનેપાનાં વાંચે
પથ્થરના વરસાદ વચાળે,
કેમ બચાવો દર્પણ… તમે જિંદગી…

હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક
તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ !
ફાટેલાં પાનાંનાં જેવાં
ફાટી જાતાં સગપણ…. તમે જિંદગી….

આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે
લખે કિતાબો લાખો, પણ ના નામ છપાવે કશે
હશે કદાચિત લેખકજીને
પીડા નામે વળગણ…. તમે જિંદગી…..

– મુકેશ જોષી

5 Comments »

 1. rasikbhai said,

  February 15, 2015 @ 9:46 am

  વારેવરે વચ્વા નુ મન થાય એવિ સુન્દેર કવિતા.

 2. Harshad said,

  February 15, 2015 @ 8:17 pm

  સુન્દર રચના.

 3. સુનીલ શાહ said,

  February 15, 2015 @ 10:52 pm

  વાહ જી વાહ…
  જાણે જિંદગીના પુસ્તકનો આસ્વાદ થઈ ગયો…!

 4. Manish V. Pandya said,

  February 17, 2015 @ 1:22 am

  जिंदगी एक किताब है. अंदर जांक कर तो देखिये… क्या लिखा है? अपने आप ही जिंदगी को समझ जायेंगे. તમારી જીંદગી ની કિતાબ તો તમે પોતે જ લખી છે. જીવન જીવવા જેવું અવશ્ય છે. ભરપુર રીતે જીવો અને માણો “હેપ્પી જીંદગી”. મુકેશ જોષીની ઘણી સુંદર રચના.

 5. ASHOK TRIVEDI bombay kandivali east said,

  February 19, 2015 @ 5:11 pm

  20.02.15 3.45.a.m. maja avi gai. dost saras bahu saras .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment