ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,
આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે.
ચિનુ મોદી

અલવિદા ‘સાહેબ’, અલવિદા !

terence jani saheb
(ટેરેન્સ જાની ‘સાહેબ’ : જન્મ: ૦૪-૧૦-૧૯૮૭ ~ દેહાંત: ૦૨-૦૨-૨૦૧૫)

માત્ર ૨૭ વર્ષની કાચી ઉંમરે ગોઝારા માર્ગ અકસ્માતે એક આશાસ્પદ કવિને આપણી વચ્ચેથી છીનવી લીધો. ‘સાહેબ’ના ઉપનામથી લખતા કવિની રચનાઓમાંથી પસાર થતાં જ સમજી શકાય છે કે શક્યતાઓથી ભરેલ એક ભીનો ભીનો પ્રદેશ કૂંપળાતા પહેલાં જ રણ બની ગયો…

અલવિદા, સાહેબ ! અલવિદા !!

*

કરતાલ, એક કલમ અને દિવાન નીકળ્યો,
મારા ઘરેથી આટલો સામાન નીકળ્યો.
‘સાહેબ’ની સુરાહી તો એવી જ રહી ગઈ,
એક જ હતો જે દોસ્ત, મુસલમાન નીકળ્યો.

આ આંખની જ સામેથી તેઓ જતા રહ્યા,
ને આંખ નીચી રાખી હું જોતો રહી ગયો !
બોલ્યા વિના તેણે કદી એવું કહ્યું હતું ,
વરસો સુધી એ વાતનો પડઘો રહી ગયો !

મોત જેવી મોત પણ કાંપી ઉઠે,
જિંદગીની એ હદે લઈ જાઉં તને.
વેંત જેવો લાગશે બુલંદ અવાજ,
મૌનના એ શિખરે લઈ જાઉં તને.

કર્મ સારા હોય તો સારું થશે એવું નથી,
ખાતરી છે એટલી કે બદદુઆ મળશે નહીં.

દિલ મહીં તારા સ્મરણના ભારથી,
જીવતો લાગું ફકત હું બહારથી.
કે, દિલાસાની જરૂર પડતી નથી,
હું ગઝલ લખતો થયો છું જ્યારથી.
હોઠ આ ‘સાહેબ’ના મલકી ઉઠ્યા,
ભૂલ થઈ લાગે છે તારણહારથી.

– ટેરેન્સ જાની ‘સાહેબ’

ભારે ભૂલ કરી તારણહારે… ભારે ભૂલ કરી…
લયસ્તરો તરફથી સાહેબને શબ્દાંજલિ !

17 Comments »

 1. Rina said,

  February 12, 2015 @ 12:59 am

  May his soul rest in peace…

 2. મીના છેડા said,

  February 12, 2015 @ 2:00 am

  ……….

 3. ABDUL GHAFFAR KODVAVI said,

  February 12, 2015 @ 3:45 am

  સાહેબ તારરહાર ભૂલ કરે?
  અરે ભલા માણસ તારરહાર તો સર્જનહાર ,
  અને પાલન હાર પણ હોય છે
  રહીયોં સવાલ તેમની વિદાય નો તો
  આપણ ને બધાયને એક દિવસ વિદાય થવું છે

 4. chandresh said,

  February 12, 2015 @ 3:59 am

  અલવિદા, સાહેબ ! અલવિદા !!

 5. mehul said,

  February 12, 2015 @ 4:36 am

  દિલ મહીં તારા સ્મરણના ભારથી,
  જીવતો લાગું ફકત હું બહારથી.

 6. ASHWIN said,

  February 12, 2015 @ 4:38 am

  May his soul rest in peace…

 7. ketan yajnik said,

  February 12, 2015 @ 6:39 am

  હાયકારો નીકળી ગયો. અફસોસ ….

 8. rajendra c parekh said,

  February 12, 2015 @ 7:09 am

  rip saheb

 9. VIPUL PARMAR said,

  February 12, 2015 @ 7:31 am

  ‘સાહેબ’ શબ્દ દેહે આપણી સાથે સદાય રહેશે.

 10. himanshu patel said,

  February 12, 2015 @ 8:42 am

  rip..;સાહેબ.

 11. Manish V. Pandya said,

  February 12, 2015 @ 8:43 am

  શબ્દદેહે રહેશે સદાયે સાહેબ આપણી વચ્ચે….
  આંખમાં સપના હતા ને એ ચાલી નીકળ્યો?

 12. સુનીલ શાહ said,

  February 12, 2015 @ 9:11 am

  ……………..

 13. SHAIKH Fahmida said,

  February 12, 2015 @ 10:24 am

  Kon kehta hai wo mar gaya? Kavi kabhi Marta hai kya?

 14. kishoremodi said,

  February 12, 2015 @ 10:58 am

  આ જ સાચી શ્ર્દ્ધાંજલિ.સલામ..’સાહેબ’ સલામ.

 15. Dhaval Shah said,

  February 12, 2015 @ 11:02 am

  કવિને સલામ ! ઇશ્વર એના આત્માને શાંતિ આપે…

 16. dinesh said,

  February 13, 2015 @ 7:46 am

  અલવિદા, સાહેબ ! અલવિદા !!

 17. Anant Rathod said,

  February 25, 2015 @ 8:58 am

  Ae J Bas Upachaar Baki Chhe Rahyo,
  Mandire Girja Ghare Lai Jau Tane ..
  – saaheb

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment