કો’ સુનામી જેમ લો પથરાય છે,
દર્દ ઓવારા અને આરા વગર.
મીનાક્ષી ચંદારાણા

ક્યાંસુધી લખવા ! – ડૉ. મહેશ રાવલ

સુખદ અંજામથી વંચિત્ કથાનક, ક્યાંસુધી લખવા
અમારી લાગણી, ને એમનાં શક, ક્યાંસુધી લખવા !

બદલતી જાય છે સંબંધનીં અધિકાંશ વ્યાખ્યાઓ
હવે સંબંધનેં સંબંધ માફક, ક્યાંસુધી લખવા !

લખી’તી જિંદગીને જિંદગીનીં જેમ, ઊંડે જઈ
ફરી એ દર્દ, ને એ દર્દવાહક, ક્યાંસુધી લખવા !

મુકદરનો વિષય છે આમ તો આખો ય કિસ્સો, પણ
અધૂરાં રહી ગયેલાં પર્વ નાહક, ક્યાંસુધી લખવા !

ન આપે સાથ જો સંજોગ તો, શું થઈશકે છેલ્લે ?
અને અમથાં ય, અંગતને જ ઘાતક ક્યાંસુધી લખવા !

જરૂરી છે ખબર છે જિંદગીમાં પ્રેમ, બે-મતલબ
છતાં મતલબ પરસ્તીનાં વિચારક, ક્યાંસુધી લખવા !

વરસતાં હોય છે વાદળ ગમે ત્યારે, ગમે ત્યાં જઈ
ન વરસે ક્યાંય, એવાં ડોળકારક ક્યાંસુધી લખવા !

– ડૉ. મહેશ રાવલ

 

શું મસ્ત ગઝલ છે !!! બધા જ શેર સશક્ત  !!

17 Comments »

  1. Jayshree said,

    January 19, 2015 @ 3:22 AM

    This has been beautifully recited by Kavi himself. Definitely not to be missed..

  2. ડૉ.મહેશ રાવલ said,

    January 19, 2015 @ 5:34 AM

    ગઝલપૂર્વક આભાર લયસ્તરો.

  3. સુનીલ શાહ said,

    January 19, 2015 @ 8:11 AM

    સર્વાંગ સુંદર ગઝલ , દમદાર અભિવ્યક્તિ મહેશભાઈ

  4. ધવલ said,

    January 19, 2015 @ 8:35 AM

    સુખદ અંજામથી વંચિત્ કથાનક, ક્યાંસુધી લખવા
    અમારી લાગણી, ને એમનાં શક, ક્યાંસુધી લખવા !

    બદલતી જાય છે સંબંધનીં અધિકાંશ વ્યાખ્યાઓ
    હવે સંબંધનેં સંબંધ માફક, ક્યાંસુધી લખવા !

    – સરસ !

  5. chandresh said,

    January 19, 2015 @ 10:20 AM

    શું મસ્ત ગઝલ છે !!!

  6. Nehal said,

    January 19, 2015 @ 10:21 AM

    બદલતી જાય છે સંબંધનીં અધિકાંશ વ્યાખ્યાઓ
    હવે સંબંધનેં સંબંધ માફક, ક્યાંસુધી લખવા !

    લખી’તી જિંદગીને જિંદગીનીં જેમ, ઊંડે જઈ
    ફરી એ દર્દ, ને એ દર્દવાહક, ક્યાંસુધી લખવા !

    Waah. …waah !

  7. nehal said,

    January 19, 2015 @ 10:28 AM

    બદલતી જાય છે સંબંધનીં અધિકાંશ વ્યાખ્યાઓ
    હવે સંબંધનેં સંબંધ માફક, ક્યાંસુધી લખવા !

    લખી’તી જિંદગીને જિંદગીનીં જેમ, ઊંડે જઈ
    ફરી એ દર્દ, ને એ દર્દવાહક, ક્યાંસુધી લખવા !

    Waah. ..waah

  8. vijay joshi said,

    January 19, 2015 @ 10:38 AM

    Maheshbhai is one of my favorite story tellers, always weaving in his uncanny inimitable style, deep philosophical thoughts effortlessly in lyrical expressions. This Ghazal is an excellent illustration of his great work. A chock-full-of golden nuggets. Loved it

  9. Shah Pravinachandra Kasturchand said,

    January 19, 2015 @ 9:04 PM

    બસ લખ્યે રાખો,લખ્યે રાખો ‘ને લખ્યે રાખો,
    દર્દના દરિયાઓને બસ આમ્ ઘૂઘવતા રાખો

  10. Rakesh Thakkar, Vapi said,

    January 20, 2015 @ 4:23 AM

    સરસ !
    બદલતી જાય છે સંબંધનીં અધિકાંશ વ્યાખ્યાઓ
    હવે સંબંધનેં સંબંધ માફક, ક્યાંસુધી લખવા !

  11. Manish V. Pandya said,

    January 20, 2015 @ 9:10 AM

    સરસ સુંદર ગઝલ

  12. Girish Parikh said,

    January 20, 2015 @ 2:48 PM

    હજુય ઇચ્છા છે “ડૉ. મહેશ રાવલના શેરોનો આનંદ” પુસ્તકનું સર્જન કરી પ્રગટ કરવાની, પણ ૫૦% કમીશન આપતાં પણ “આદિલના શેરોનો આનંદ” પુસ્તક વેચનાર કોઈ અમેરિકામાં મળતો નથી! કોઈ સાહિત્યરસિક અને વ્યાપારી સૂઝ ધરાવનાર (ગુજરાતીઓને આ સૂઝ હોય છે જ!) મળે તો સ્પેર ટાઈમમાં પુસ્કક વેચી કમાઈ શકે અને સાહિત્યનું વિતરણ કરવાનો આત્મસ્ંતોષ પણ પામી શકે. છે કોઈ આવો વીરલો આપના ધ્યાનમાં? મને girish116@yahoo.com સરનામે જરૂર લખો.
    ઉમેરું છું કે “વિવેકના શેરોનો આનંદ” પુસ્તક પણ લગભગ તૈયાર છે, પણ ઉપર જણાવેલા કારણને લીધે એનું મુદ્રણ મુલત્વી રાખ્યું છે.
    –ગિરીશ પરીખ

  13. Girish Parikh said,

    January 20, 2015 @ 3:00 PM

    મેં મહેશભાઈના કેટલાક શેરોનો આનંદ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર કરાવ્યો છે એ વાંચશો.

  14. ડૉ.. મહેશ રાવલના શેરોનો આનંદ ! | Girishparikh's Blog said,

    January 20, 2015 @ 3:09 PM

    […] મહેશ રાવલની ગઝલ ( https://layastaro.com/?p=12504 )વાંચી આ લખ્યુંઃ હજુય ઇચ્છા છે “ડૉ. […]

  15. La Kant Thakkar said,

    January 22, 2015 @ 12:27 AM

    “….બદલતી જાય છે સંબંધનીં અધિકાંશ વ્યાખ્યાઓ….” ,અને, “મુકદરનો વિષય છે આમ તો આખો ય કિસ્સો, “…. આ જાણવા છતાં ..ભીતર ‘રંજ/અફસોસ’ રહે (પૂર્વ-કર્મ, કુદરતના ક્રમ-નિયમ, ઋણાનુબંધ કે ઘન(+)-અનુબંધ )
    “હજુય ઇચ્છા છે “ડૉ. મહેશ રાવલના શેરોનો આનંદ” પુસ્તકનું સર્જન કરી પ્રગટ કરવાની, ”
    ન આપે સાથ જો સંજોગ તો, શું થઈ શકે છેલ્લે ? અત્યારે તો આ સુઝે છે …
    ” બંધન ?

    અરે ! હું છૂટતો કેમ નથી?
    આ મને બાંધ્યો કોણે આમ?
    સ્થળથી? સંબંધોથી? કાળથી? -“‘કઈંક”
    ***

  16. Deepak Trivedi said,

    January 22, 2015 @ 11:12 PM

    તમારા શબ્દ પણ લાગે ભલા તેજાબથી દાહક
    બધા શબ્દો ગઝલમાં લઇ અચાનક ક્યાં સુધી લખવા ?

    —દીપક ત્રિવેદી

    મજા આવી …આપની આ ગઝલ માં !!..ધન્યવાદ …!!

  17. Sharad Shah said,

    January 23, 2015 @ 7:03 AM

    સમ + બંધ = સંબંધ. જ્યાં સંબંધ હોય છે ત્યાં ગાંઠ તો હોય છે પણ સરકણી ગાંઠ. સંબંધ ભેગો અધિકાર ભળે એટલે એ સંબંધ ગાંઠવાળો બની જાય અને મોટાભાગે આપણા સંબંધો ગાંઠો પર ગાંઠો વાળા હોય પછી તેની ગમેતેટલી વ્યાખ્યાઓ બદલીએ ગાંઠો ખુલતી નથી અને એજ સંબધો બેડી બની જાય અને જીવ ગુંગળાય પછી કહેવું પડે.
    બદલતી જાય છે સંબંધનીં અધિકાંશ વ્યાખ્યાઓ
    હવે સંબંધનેં સંબંધ માફક, ક્યાંસુધી લખવા !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment