મુંઝાઇ જઇશ હું, મને રસ્તા ના બતાવો,
રહી ગઇ છે હવે તો મને બસ એક દિશા યાદ.
સૈફ પાલનપુરી

પંખી ક્યાં ગાય છે? – રમેશ પારેખ

ના રે, ના! પંખી ક્યાં ગાય છે?
પંખી તો ઊડતા ભગવાન છે જે પોતાના ટહુકાથી સાક્ષાત થાય છે!

આ બાજુ પથ્થરના મંદિરમાં થાય રોજ કાળમીંઢ ધર્મોના કાંડ
આ બાજુ પંખીઓ બેસતા એ ઝાડવાની એક એક ડાળી બ્રહ્માંડ

ના, રે! પરભાતિયું ક્યાં થાય છે?
આવડે તો પીઓ, આ પંખીના કલરવથી રસબસતો તડકો ઢોળાય છે

તાજપથી નાહેલું ઝાડવું હવામાં જેમ છૂટ્ટાં મૂકી દે છે પાન
એમ ચાલ, વેગળું મૂકી દઇએ આપણે ય મુઠ્ઠીમાં સાચવેલ ભાન

ના, રે ! ક્યાં મંદિર બંધાય છે?
અહીંયા તો કંઠ એવું કોડિયું કે કોઇ એમાં નવું ગીત પેટાવી જાય છે

– રમેશ પારેખ

11 Comments »

  1. Rina said,

    January 12, 2015 @ 3:35 AM

    Waahhhhhh

  2. Rakesh Thakkar, Vapi said,

    January 12, 2015 @ 4:40 AM

    વાહ કવિ !
    ના, રે ! ક્યાં મંદિર બંધાય છે?
    અહીંયા તો કંઠ એવું કોડિયું કે કોઇ એમાં નવું ગીત પેટાવી જાય છે

  3. SHAIKH Fahmida said,

    January 12, 2015 @ 4:46 AM

    Khoob saras .

  4. Jayshree said,

    January 12, 2015 @ 6:16 AM

    One of my favorite from ra.pa.

  5. હેમંત પુણેકર said,

    January 12, 2015 @ 7:19 AM

    સુંદર ગીત! આ પંખીના કલરવથી રસબસતો તડકો ઢોળાય છે…. ક્યા બાત!

  6. Shah Pravinachandra Kasturchand said,

    January 12, 2015 @ 3:17 PM

    બધાંની સાથે મારો પણ સૂર જુઓ કેટલો બધો પણ મેળ ખાય છે?
    એટલેતો મારોને ફૂંકો તો ય કોડિયાનો સૂરજ ના કદી ઓલવાય છે.

  7. ધવલ said,

    January 12, 2015 @ 6:25 PM

    આ બાજુ પથ્થરના મંદિરમાં થાય રોજ કાળમીંઢ ધર્મોના કાંડ
    આ બાજુ પંખીઓ બેસતા એ ઝાડવાની એક એક ડાળી બ્રહ્માંડ

    સરસ !

  8. Harshad said,

    January 12, 2015 @ 9:35 PM

    Beautiful Abhivyakti!!!!

  9. yogesh shukla said,

    January 12, 2015 @ 10:13 PM

    સરસ રચના

  10. વિવેક said,

    January 13, 2015 @ 1:11 AM

    વાહ જી વાહ…
    કેવી સરસ રચના ! કેવા અદભુત કલ્પન !
    ર.પા. એટલે બસ ર.પા. જ !

  11. vineshchandra chhotai said,

    January 13, 2015 @ 5:22 AM

    ધન્ય્વાદ ને અભિનદન ,બહુજ સરસ રજુવાત …………………..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment