ખરે છે આંખથી સૌની એ આંસુ છે સરખાં,
પરંતુ હાથમાં સૌના રૂમાલ નોખા છે.
વિવેક ટેલર

કૂંજ પંખી – નલિન રાવળ

આકાશમાં ઊડી રહી છે
કૂંજ પંખીની હાર……

અધવચ પ્રવાસમાં સ્હેલવા
ઊતરે છે સરવરની પાળ,
સંધ્યાના આછા ઉજાસમાં
વૃક્ષોની ટોચ પર
વિરમી લગીર
ફરી
ઊડે છે ચાંદનીથી ઝૂમતા આકાશમાં .
હુંય મારા અંતરના આભમાં
નીરખું છું :
કિલકારે ઊડતી એ જાય…..
કૂંજ પંખીની હાર.

– નલિન રાવળ

જે. કૃષ્ણમૂર્તિ કહેતા – a bird never travels on exactly same path twice.

1 Comment »

  1. yogesh shukla said,

    September 25, 2015 @ 10:38 PM

    પ્રભુ તમને , એક વાત કરવાની તો રહી ગઈ ,
    આકશમાં પક્ષીઓ ઉડે છે હારમાં ,
    ધરતી પર અમારી આંખો શરમથી ઝુકી ગઈ ,
    ” યોગેશ શુક્લ “

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment