નહિ તો જીવનમાં શું હતું નિષ્ક્રિયતા સિવાય
પણ બે ઘડી નિરાંતથી બેસી શક્યા નહીં
જવાહર બક્ષી

સાધો – હરીશ મિનાશ્રુ

જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું, સાધો
કબરની સાદગીથી ઘર હવે શણગારવું। સાધો

સમજ પડતી નથી તેથી બીડ્યા’તા હોઠ સમજીને
બધું સમજી ચૂક્યાં તો શું હવે ઉચ્ચારવું, સાધો

તને મજરે મળી જશે રુદનની ક્ષણ બધી રોશન
ગણતરી રાખી શીદ એક્કેક આંસુ સારવું, સાધો

અગર ધાર્યું ધણીનું થાય છે તો બેફિકર થઇને
અમસ્તી આંખ મીંચીને ગમે તે ધારવું, સાધો

સિતમનો હક બને છે એમનો, શું થાય ? સ્નેહી છે
કદી ગુસ્સો ચડે તો ફૂલ છુટ્ટું મારવું, સાધો

સમય ને સ્થળનો વીંટો વાળીને એને કર્યો સુપરત
બચ્યો છે શબ્દ જેને આશરે હંકારવું, સાધો

– હરીશ મિનાશ્રુ

6 Comments »

 1. ashok pandya said,

  December 29, 2014 @ 3:20 am

  બહુ જ લાઘવથી લખાયેલી કવિતા/ગઝલ..બધું જ ખાલી કરવાનો ભગવાન બુધ્ધનો સંદેશ સરળ ભાષામાં..જીવનની ફીલોસોફીને હકારાત્મક રીતે સમજાવી છે. બહુ જ મજા પડી ગઇ.

 2. Dr. Manish V. Pandya said,

  December 29, 2014 @ 8:28 am

  અતિ સુંદર રચના. ગમી. જીવનને, આપણી આસપાસના લોકો, સંબંધો, સ્વાર્થપરાણતા વિષેનું કથન.

 3. RASIKBHAI said,

  December 29, 2014 @ 10:04 am

  ગુસ્સે થૈ ને ફુલ ફેકાય એવુ થોદુ ચ્હે. ગઝલ ઉપર વારિ જૈ ને પન ફુલ ફેકાય સાધ્હો.
  અમારિ પ્રશન્શા ના ફુલ સ્વઇકારો સાધો.

 4. Dhaval Shah said,

  December 29, 2014 @ 12:20 pm

  જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું, સાધો
  કબરની સાદગીથી ઘર હવે શણગારવું। સાધો

  – સરસ !

 5. suresh said,

  December 31, 2014 @ 6:05 am

  lovely

 6. Jigar said,

  March 28, 2016 @ 10:20 am

  આ ગઝલ ને કોમેન્ટ આપ્યા વગર કેમ પસાર થવુ !!
  અદ્ભુત સર્જન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment