મોત સામે આ તે કેવી જંગ છે ?
માણસોની જિંદગી ખર્ચાય છે.
મેગી આસનાની

સમુદ્ર – સિતાંશુ યશશ્ચંદ્ર

દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો,
તે પહેલાંનો સમુદ્ર મેં જોયો છે.

મેં વડવાનળના પ્રકાશમાં પાણી જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં પાડી ન શકાય.
ભીંજાવું અને દાઝવું એ એક જ છે.

સાગરને તળિયેથી જયારે હું બહાર આવું,
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.

હું મરજીવો નથી.
હું કવિ છું.
જે છે તે છે કેવળ મારી આંખોમાં.

-સિતાંશુ યશશ્ચંદ્ર

સમુદ્રમંથનના રૂપકથી વાત કહી છે કવિએ….. મુખ્ય પંક્તિઓ પાંચમી અને છઠ્ઠી છે – ‘ આગ અને ભીનાશ…’. અદ્વૈતધ્વનિ….

આ દુર્બોધ કવિની કોઇપણ રચના લાગે તેટલી સરળ ન જ હોય !! આ કાવ્યમાં પણ બે-ત્રણ ગર્ભિત અર્થો છુપાયેલા છે….. દેવ-દાનવે સરળ કર્યો-અર્થાત હળાહળ વિષ જેના ગર્ભમાં હતું તેના જ ગર્ભમાં અમૃત હતું….આગ અને ભીનાશ….ભીંજાવું અને દાઝવું… જે એક લેવા જાય તેને આપોઆપ બીજું મળે જ મળે…..

3 Comments »

 1. Suresh Shah said,

  December 29, 2014 @ 2:11 am

  હું મરજીવો નથી.
  હું કવિ છું.
  જે છે તે છે કેવળ મારી આંખોમાં.
  આ દુર્બોધ કવિની કોઇપણ રચના લાગે તેટલી સરળ ન જ હોય.
  સાવ સાચી વાત કહી. કવિના શબ્દો કાંઈ કેટલુય કહી જાય છે – સાંભળો, સમજો તો ઘણુ છે.
  ભીંજાવું અને દાઝવું એ એક જ છે – કેવી વેદના ભરી હશે આ કવિના હ્રદયમાં!

  ખરેખર ભીંજવ્યા અને દઝાડ્યા. આભાર

  સુરેશ શાહ, સિંગાપોર

 2. Dhaval Shah said,

  December 29, 2014 @ 8:50 am

  કવિકર્મ વિષે ગુજરાતીમાં લખાયેલી શ્રેષ્ટ કવિતા !

 3. ketan yajnik said,

  December 29, 2014 @ 11:12 pm

  વિરહમાં મિલનની શોધ
  ટોળામાં એકલતા અને એકલતામાં। ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment