લઈ ઊડે તમને ઘરની એકલતા,
એ ક્ષણે ચકલી પણ જટાયુ છે!
દેવાંગ નાયક

જેટલી – રઈશ મનીઆર

સોગાત દુઃખની હોય છે દરિયા જેટલી;
આ આંખની કૃતજ્ઞતા તો ટીપાં જેટલી.

એવું નથી કે ભીંસ નથી રોવા જેટલી,
શક્તિ હથેળીઓમાં નથી લો’વા જેટલી.

સૂરજની સાથે જંગમાં હાર્યો નથી કદી,
જીતું છું રોજ ભોમ હું પડછાયા જેટલી.

જોયા ન કર કે સામે સમંદર અગાધ છે,
મિરાત તારી હોવી ઘટે નૌકા જેટલી.

આંખો મીંચીને બેઠા છીએ,સ્વપ્નરત નથી,
જોઈ લીધી છે દુનિયા અમે જોવા જેટલી.

આ મુઠ્ઠીભર સમજ જે મળી, એટલી ખુશી… !
ગમગીની….ભોળપણ સર્યું તે ખોવા જેટલી.

દાદા વિચારે, ક્યાં છે ખૂણો ઘરમાં મારે કાજ?
પણ ભીંત પર બચી છે જગા ફોટા જેટલી.

મનમાં હજુ છે લાલસા હા, અશ્વમેઘની,
પગને મળે જ્યાં માંડ જગા પગલાં જેટલી.

– રઈશ મનીઆર

12 Comments »

  1. Suresh Shah said,

    December 22, 2014 @ 7:29 AM

    દાદા વિચારે, ક્યાં છે ખૂણો ઘરમાં મારે કાજ?
    પણ ભીંત પર બચી છે જગા ફોટા જેટલી.

    ખુબ ગમ્યુ. આભાર.
    લયસ્તરો મનની ભૂખ ભાગે છે. મારો અનુભવ – જ્યારે જ્યારે ઉદાસીનતા અનુભવી, ત્યારે લયસ્તરો નુ પાનુ મારો ખાલૉપો દૂર કરી આપે.

    – સુરેશ શાહ, સિંગાપોર

  2. preetam Lakhlani said,

    December 22, 2014 @ 12:39 PM

    દાદા વિચારે, ક્યાં છે ખૂણો ઘરમાં મારે કાજ?
    પણ ભીંત પર બચી છે જગા ફોટા જેટલી.

  3. Dhaval Shah said,

    December 22, 2014 @ 10:39 PM

    દાદા વિચારે, ક્યાં છે ખૂણો ઘરમાં મારે કાજ?
    પણ ભીંત પર બચી છે જગા ફોટા જેટલી.

    – સરસ !

  4. NARENDRASINH said,

    December 23, 2014 @ 7:21 AM

    આ મુઠ્ઠીભર સમજ જે મળી, એટલી ખુશી… !
    ગમગીની….ભોળપણ સર્યું તે ખોવા જેટલી.

    દાદા વિચારે, ક્યાં છે ખૂણો ઘરમાં મારે કાજ?
    પણ ભીંત પર બચી છે જગા ફોટા જેટલી. અત્યન્ત સુન્દર ગઝલ્

  5. RASIKBHAI said,

    December 23, 2014 @ 10:05 AM

    બહુજ સુન્દર ગઝલ ,હવે લય્સ્તરો નુ વ્યસન થૈ ગયુ ચ્હે.

  6. સુનીલ શાહ said,

    December 23, 2014 @ 11:31 AM

    સાધ્ંત સુંદર ગઝલ..એકેએક શેર પાણીદાર થયા છે.

  7. Rajnikant Vyas said,

    December 23, 2014 @ 11:28 PM

    બધા જ શેર સચોટ છે. ઘણા સમય બાદ રઇશ મનીઆરની ગઝલ માણી.

  8. RAKESH said,

    December 24, 2014 @ 12:22 AM

    વાહ્!

  9. વિવેક said,

    December 24, 2014 @ 12:27 AM

    મજાની ગઝલ…

  10. La Kant Thakkar said,

    December 24, 2014 @ 5:18 AM

    વા’ વા’ વા’ વા’ ! અફલાતૂન,આફરીન !! માસાલ્લાહ !!!
    હું પોતાને પૂછી બેસું ઃ-
    પોતાની ઔકાત કેટલી ? બે શ્વાસો વચ્ચે હોય જગા જેટલી ,
    પહાડની ટોચે બેસી શકું હું નિરાંતે,જોઈએ બસ જગા એટલી.
    જીવનભરવાંચ્યું,સાંભળ્યું ,જોયું,વિચાર્યું ક્ષિતીજો વિસ્તારી,
    આખરે સમજાયું કે,-મૂળે છે પહોંચ એક જ્યોતિબિંદુ જેટલી !
    ————————————————————-
    “બધું એકજ, સ્વ કે પર જેવું કઈં હોય નહીં,હું જ વિચરું સર્વત્ર, ઘર જેવું કઈં હોય નહીં
    એટલે સદાય તાઝી સુગંધ લઈ હોય ફરતી,હવાને ઠહેરાવ પડાવ જેવું કઈં હોય નહીં.
    ‘ગતિ’નું રહસ્ય ખૂબ જાણતી,જાણીને માણતી ,એટલેજ,ફેલાવ-પ્રસાર બધે સંપૂર્ણ પ્રમાણતી
    આવ-જાવ,ચાલ,રવાની અલગ રીતે નાણતી પશ્ચિમી પવનની મ્હાણથી બધે હાજર જણાતી
    ચક્ર-ગતિની કાયલ પૃથ્વી પૂર્વ બાજુ જ ફરતી નિજ ગતિ સહી દિશાની સમજી લેવી જરૂરી .
    તારી હાજરી,તારો માહોલ,તારી સુગંધ ભારી,તું હવા,તારી હરફર,આવન-જાવન,રહેમ તારી
    દેખાતું બધું ભ્રમ-આભાસ,લાગતું ! મહેર તારી॰ હકીકત,વાસ્તવ-મરમ તું,નઝર-એ-કરમ તારી
    “આ હુ,તે તું”ના ભેદ ગયા ઓસરી,રહેમ તારી પરમ શક્તિનું પ્રમાણ જીવંત,બધે રહ્યું વિચરી
    “હોવું” માત્ર,સહજ-સત્ય, એ સમજ વસી રહી,પમાતું જે ક્ષણમાં,પરમઆનંદ રે’ કાયમ વર્તી ”
    -લા’કાન્ત / ૨૪.૧૨.૧૪

  11. ASHOK TRIVEDI bombay kandivali east said,

    December 25, 2014 @ 6:04 PM

    26.12.14. raisbhai bhhu maja avi gai dost mari savar sudhri gai. bus bhit per bachi 6 jaga phota jatli.

  12. સંદીપ ભાટિયા said,

    December 26, 2014 @ 2:13 AM

    દાદા વિચારે, ક્યાં છે ખૂણો ઘરમાં મારે કાજ?
    પણ ભીંત પર બચી છે જગા ફોટા જેટલી.

    મનમાં હજુ છે લાલસા હા, અશ્વમેઘની,
    પગને મળે જ્યાં માંડ જગા પગલાં જેટલી.

    વાહ.. ક્યા બાત ……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment