વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ’,
અરે! આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
આદિલ મન્સૂરી

ગઝલ- નેહા પુરોહિત

વાંક તારો નથી, ન મારો છે,
એ જ સધિયારો છે, ને સારો છે.

સ્વપ્નમાં, શ્વાસમાં, વિચારોમાં,
પ્રિયનો કેટલો પથારો છે !

જે દીવાલો મેં તોડવા ચાહી,
આજ એનો જ બસ સહારો છે.

કેમ આજે બહુ સતાવે મને ?
મેં હજી ક્યાં કહ્યું, “તું મારો છે !”

ભીતરે વ્યસ્તતા વધી ત્યારે,
અર્થ છોડો, મરમનો મારો છે.

– નેહા પુરોહિત

આ ગઝલ વાંચો અને પાકિસ્તાનથી પરવીન શાકિર ગુજરાતમાં આવી ઊતરી હોય એવું ન લાગે તો કહેજો…

આ ગઝલમાં છે એવા ઉત્તમ મત્લા આપણે ત્યાં બહુ જોવા મળતા નથી. સરળમાં સરલ કાફિયા, સરળમાં સરળ છંદ, સરળમાં સરળ શબ્દો વાપરીને બે જ પંક્તિમાં ચાર કાફિયાના ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરીને કવયિત્રી જે વાનગી આપણને પીરસે છે એનો સ્વાદ શબ્દાતીત છે…

11 Comments »

 1. nalin said,

  May 30, 2015 @ 12:37 am

  Nice heart touching gazal.

 2. yogesh shukla said,

  May 30, 2015 @ 12:38 am

  કેમ આજે બહુ સતાવે મને ?
  મેં હજી ક્યાં કહ્યું, “તું મારો છે !”

  સરસ મઝાની ગઝલ

 3. Suresh Shah said,

  May 30, 2015 @ 12:57 am

  કેમ આજે બહુ સતાવે મને ? મેં હજી ક્યાં કહ્યું, “તું મારો છે !”

  હજી તો કહું નથી, તો ય ”સતાવે છે” – એ કબૂલાતા નથી?

  ગમ્યું. આભાર.

 4. ketan yajnik said,

  May 30, 2015 @ 3:41 am

  વાંક નથી તારો કે નથી મારો એ જ સધિયારો છે અને એ કબુલાતનામાં બધું આવી જાય છે પછી તો બાકીનુ બધું ગૌણ છે
  નસીબદાર એ છે કે કબીલાત છે અને એ જ સધિયારો છે

 5. rajulbhanushali said,

  May 30, 2015 @ 4:15 am

  Adbhoot gazal.. Vagdevi saxat aavine aashish aapi jay tyare aavu kashu rachatu hoy chhe.. Abhinandan Neha..

 6. Harshad said,

  May 30, 2015 @ 9:19 am

  Awesome

 7. Sandhya Bhatt said,

  May 30, 2015 @ 1:18 pm

  સાવ સાચુ…અદભુત શેર થયા છે….

 8. rekha said,

  May 30, 2015 @ 11:09 pm

  બહુ સરસ નેહા

 9. suresh baxi said,

  May 31, 2015 @ 6:27 pm

  કાફિયા નો ઉપયોગ ખુબ સરસ થયો.

 10. Girish Parikh said,

  May 31, 2015 @ 6:44 pm

  Posted on http://www.GirishParikh.wordpress.com also.
  આ ગઝલનો “સ્વાદ શબ્દાતીત” છે !
  ગઝલ છે નેહા પુરોહિતની. લીંકઃ
  http://layastaro.com/?p=12419
  વિવેક મનહર ટેલરે આ ગઝલ પોસ્ટ કરી છે. ગઝલના એમના આસ્વાદનો સ્વાદ પણ શબ્દાતીત છે !
  આખી ગઝ્લ ગમી — આ શેર વિશેષ ગમ્યોઃ
  સ્વપ્નમાં, શ્વાસમાં, વિચારોમાં,
  પ્રિયનો કેટલો પથારો છે !
  આપને સૌથી પ્રિય શું છે? સ્વપ્નાવસ્થામાં, જાગૃતાવસ્થામાં, અને વિચારાવસ્થામાં આપના પ્રિય પથરાયેલા જ હશે.
  આ લખનારને પણ એક યોજના અતિ પ્રિય છે –પ્રભુકૃપાથી એના વિશે ભવિષ્યમાં લખવા પ્રયત્ન કરીશ.

  હાલ તો એટલું લખીશ કે એ યોજનાનો મારા “સ્વપ્નમાં, શ્વાસમાં, વિચારોમાં … પથારો છે !”

 11. preetam Lakhlani said,

  June 2, 2015 @ 5:27 pm

  આ ગઝલ વાંચો અને પાકિસ્તાનથી પરવીન શાકિર ગુજરાતમાં આવી ઊતરી હોય એવું ન લાગે તો કહેજો…?ડૉ. વિવેકભાઈ, ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાગુ તેલી!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment