ઝંપલાવી જો પ્રથમ કાગળ ઉપર
જે થશે જોયું જશે આગળ ઉપર
– સ્વાતિ નાયક

मैं ख़याल हूँ – सलीम कौसर : बझम-ए-उर्दू

मैं ख़याल हूँ किसी और का मुझे सोचता कोई और है
सर-ए-आईना मेरा अक्स है पस-ए-आइना कोई और है

ખ્યાલ [વિચાર] હું કોઈકનો છું અને વિચારે મને બીજું જ કોઈ છે. આયનામાં દેખાય છે તે મારું પ્રતિબિંબ છે, આયનાની પાછળ કોઈ બીજું જ છે. [ વાચ્યાર્થ સરળ છે પણ થોડીવાર મમળાવતા ચમત્કૃતિ આંજી નાખે છે ! ]

मैं किसी के दस्त-ए-तलब में हूँ तो किसी के हर्फ़-ए-दुआ में हूँ
मैं नसीब हूँ किसी और का मुझे माँगता कोई और है

હું કોઈકના દુઆ માટે[ભિક્ષા માટે] ફેલાયેલા હાથમાં છું તો કોઈકની દુઆના શબ્દોમાં છું. હું કોઈ અન્યનું જ નસીબ છું અને મારી ખેવના કોઈ અન્ય જ કરે છે.

कभी लौट आयें तो न पूछना सिर्फ़ देखना बड़े ग़ौर से
जिन्हें रास्ते में ख़बर हुई कि ये रास्ता कोई और है

અત્યંત નાજુક વાત કહી છે – જયારે કોઈ ભૂલ્યો-ભટક્યો અધવચ્ચેથી પરત ફરે તો ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરજો પણ એને કશું પણ પૂછતાં નહીં. તેના ઘા પર મીઠું ન ભભરાવશો….કરુણાપૂર્વક વર્તજો અને શીખજો… કદી તમારી પણ એ હાલત હોઈ શકે…..એની body language બધું જ કહી દેશે તમને.

अजब ऐतबार ओ बे-ऐतबारी के दर्मियाँ है ज़िन्दगी
मैं क़रीब हूँ किसी और के मुझे जानता कोई और है

વિશ્વાસ અને અવિશ્વાસની વચ્ચેની અત્યંત પાતળી ભેદરેખા ઉપર ચાલે છે જિંદગી….હું કોઈકની અત્યંત નજીક છું અને મને સમજે કોઈ અન્ય છે.

वही मुन्सिफ़ों की रिवायतें वही फ़ैसलों की की इबारतें
मेरा जुर्म तो कोई और था पर मेरी सज़ा कोई और है

કાજીની એ જ પરંપરાગત વાતો અને એ જ ચુકાદાઓના કાળા અક્ષરો…. મારો ગુનો કોઈ અલગ જ હતો અને મારી સજા કૈંક નોખી જ છે !

तेरी रोशनी मेरे ख़द्दो-ख़ाल से मुख़्तलिफ़ तो नहीं मगर
तू क़रीब आ तुझे देख लूँ तू वही है या कोई और है

તારી રોશનીની કોઈ ના નહીં – પરંતુ અંતે તો એ પણ ચર્મદેહ જ છે કે જેવો મારો છે, છતાં…..જરા નજદીક આવ તને નિહાળું….તું એ જ છે કે કોઈ અન્ય છે ! [ વાસ્તવવાદી વાત છે ]

तुझे दुश्मनों की ख़बर न थी मुझे दोस्तों का पता नहीं
तेरी दास्ताँ कोई और थी मेरा वाक़याँ कोई और है

તને દુશ્મનોની કશી ખબર જ નહોતી અને મને દોસ્તો વિષે જાણ નહોતી. તારી કથા કૈક અલગ જ હતી અને મારો પ્રસંગ કૈક અલગ જ છે…..[ અહીં ખૂબીપૂર્વક ઈંગિત કરાયું છે કે તું તો હતી જ અજાતશત્રુ અને હું શત્રુઓને પિછાણી ન શક્યો. આપણા આ નિજી સ્વભાવોએ આપણી મંઝીલ કંડારી.

जो मेरी रियाज़त-ए-नीमशब को “सलीम” सुबह न मिल सकी
तो फिर इस के माने तो ये हुए के यहाँ ख़ुदा कोई और है

મારા મધ્યરાત્રિ સુધીના અથાક પરિશ્રમને જો પ્રભાતનું મ્હો જોવા ન મળે તો એનો અર્થ એ થાય કે અહી કોઈ અલગ જ ખુદાની ખુદાઈ ચાલે છે.

-सलीम कौसर

આ ગઝલ અનેક ગાયકોએ ગાઈ છે…..શ્રેષ્ઠ કૃતિ મહેંદી હસનસાહેબની છે જે તેઓએ માંડીને ગાઈ છે. પ્રમાણમાં સરળ લાગતી આ ગઝલ વારંવાર વાંચતા તેનું ખરું ઊંડાણ સમજાય છે…..

6 Comments »

  1. RASIKBHAI said,

    December 21, 2014 @ 10:01 PM

    બઝ્મે ઉર્દુ નિ મહેફિલ ખુબ ખુબ ગમિ, હવે ફરિ ક્યારે ?.

  2. narendrasinh said,

    December 22, 2014 @ 12:14 AM

    जो मेरी रियाज़त-ए-नीमशब को “सलीम” सुबह न मिल सकी
    तो फिर इस के माने तो ये हुए के यहाँ ख़ुदा कोई और है ખુબ સુન્દર ગઝલ હર એક સેર દમદાર્

  3. ketan yajnik said,

    December 22, 2014 @ 12:17 AM

    सलाम

  4. Parth Tarpara said,

    December 30, 2014 @ 11:03 PM

    jetli var sambhdo aa gazal etli var navi laage….. awsmmm…

  5. Hasu Gajjar said,

    December 10, 2015 @ 8:22 AM

    Thank you. What a specimen of a perfect gazal and “khayaalon ki nazakat aur labzon ki bandish!

  6. Anil Shah.Pune said,

    September 20, 2020 @ 4:11 AM

    મારી ગઝલને, મેં ઓળખી નહીં ને સાચવવા પડ્યા શબ્દો
    મારા જ વિચારોને ગોઠવીને લખવા પડ્યો શબ્દો,
    સીધી,સરલ,અમથી, નાજુક વાત હવે રહી નથી,
    ખૂબ જતન કરીને કાચ ની માફક લાવવા પડ્યા શબ્દો,
    હું કોઈ એ ખજાનો નથી કે કોઈ ના હાથમાં રહી શકું,
    જીગરના કોઈ સ્થાન માં રાખવા પડ્યા શબ્દો,
    આકાશ માં ચમકતાં તારોઓ જેવા એતો છે નહીં,
    મુખેથી જો બોલાય તો મોતી જેમ સરકી પડ્યા શબ્દો,
    ખુશામત, લાગણી, ભાવના, સપના ના અભરખા નથી,
    તમે જો સમજો તો વગર વિલંબે રડી પડ્યા શબ્દો,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment