શ્વાસ નશ્વર, થઈ ગયા ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.
વિવેક મનહર ટેલર

જ્યારે બેઠી… – પ્રજ્ઞા વશી

હું તો જ્યારે જ્યારે બેઠી,
ઇચ્છાને ફૂલક્યારે બેઠી.

શું કહું ક્યાં ને ક્યારે બેઠી,
હું તો મારી વ્હારે બેઠી !

જોવા જેવી થૈ છે તો પણ –
ભીતરને અંગારે બેઠી.

પડછાયાને પ્રશ્ન કરીને,
ઉત્તરને વરતારે બેઠી.

આજ નથી જે મારું છોડી,
કાલ ઉપર સંથારે બેઠી.

– પ્રજ્ઞા વશી

નખશિખ નારીકલ્પનની ગઝલ…

સુરતના કવયિત્રી પ્રજ્ઞા વશીને એમના નવા ગઝલસંગ્રહ “નિસ્બત” માટે લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ…

7 Comments »

 1. Esha Dadawala said,

  December 20, 2014 @ 1:52 pm

  પ્રજ્ઞાબેન ઃ નિસ્બત માટે અમારા સર્વો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ…..

 2. kishoremodi said,

  December 20, 2014 @ 4:06 pm

  ટૂકી બહેરમાં સુંદર ગઝલ. ઍમના નવા ગઝલ સંગ્રહ ‘નિસ્બત’ને શુભેચ્છાઓ.

 3. Sudhir Patel said,

  December 20, 2014 @ 10:35 pm

  સુંદર ગઝલ સાથે પ્રજ્ઞાબેનને ‘નિસ્બત’ ગઝલ-સંગ્રહ માટે અભિનંદન અને શુભેચ્છાઓ!

 4. મીના છેડા said,

  December 20, 2014 @ 11:29 pm

  પ્રજ્ઞાબેન… ‘નિસ્બત’ ગઝલ-સંગ્રહ માટે અભિનંદન અને શુભેચ્છાઓ!

 5. Dr. Manish V. Pandya said,

  December 21, 2014 @ 6:50 am

  સુંદર ગઝલમાં આત્મપરિચય. ગઝલ ઘણી ગમી.

 6. suresh baxi said,

  December 21, 2014 @ 9:34 pm

  ખુબ સરસ ગઝલ

 7. SHAIKH Fahmida said,

  December 26, 2014 @ 1:47 pm

  Congrates. Good one.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment