ફૂલપાંદળી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં !
સુરેશ દલાલ

એ કોણ છે ? – હર્ષદ ચંદારાણા

કોઈ મારામાં નિરંતર ટળવળે, એ કોણ છે ?
કૈં વરસથી મુક્ત થવા ખળભળે, એ કોણ છે ?

આમ તો દેખાય જાણે મારું એ પ્રતિબિંબ છે,
રોકનારું બારણાની ભોગળે એ કોણ છે ?

ત્રાટક્યું છે ઘોર અંધારું પુરાણા ઘર ઉપર,
દીપ પ્રગટાવી સ્મરણના, ઝળહળે એ કોણ છે ?

સ્હેજ સળગી જોયું, પ્રગટ્યાં ગીત રોમરોમમાં,
હર સ્વરે જે મીણ માફક ઓગળે એ કોણ છે ?

ડૂબકી તો ખૂબ ઊંડે મારી આવ્યો, ત્યાં નથી;
આ સપાટી પર સરે ને સળવળે એ કોણ છે ?

આંખના પાષણ તોડી નીકળે ને ભીંજવે,
આ ઝરણ રૂપે સદાય ખળભળે એ કોણ છે ?

– હર્ષદ ચંદારાણા

5 Comments »

  1. yogesh shukla said,

    December 18, 2014 @ 12:19 PM

    દમદાર ભર્યા શબ્દો ની ગઝલ , અતિ સુંદર

  2. Shah Pravinachandra Kasturchand said,

    December 18, 2014 @ 2:40 PM

    વાહ ! વાહ !! વાહ!!

  3. Dr. Manish V. Pandya said,

    December 19, 2014 @ 1:58 AM

    જલસો પડી ગયો.

  4. La Kant Thakkar said,

    December 19, 2014 @ 7:21 AM

    .- હું છું

    “હું છું સતત શ્વાસની જેમ,મને ભીતર શું? બ્હાર શું?
    ન બૂઝાતો પ્રકાશ છું હું, છે બધે એ અવકાશ છું હું.
    હું હમેશાં આસપાસ છું, મને દૂર શું ? દૂશવાર શું?
    પૂર્ણપણે પ્રસ્ફુટ પ્રસરતો બ્રહ્મનાદ ઓમકાર છું હું.

    અનુભવ-જ્ઞાને સમજાયેલું માપ છું,અનુભૂતિ તણો એહસાસ અમાપ છું,
    સકળ બ્રહ્માંડનો વિશાળ વ્યાપ છું, ચોફેર ચળકતો ચેતનાનો ચાપ છું,
    પ્રેમ-આનંદસભર ‘જીવંત’વિચાર છું,સ્પર્શ-સ્પંદન રણઝણ બેસુમાર છું,
    જુઓ તો ખરા! કેવો આરપાર છું !પારદર્શિતાનું સજ્જડ પોત અપાર છું.”
    –લા; કાન્ત ,”કંઈક” / ૧૯.૧૨.૧૪

  5. bharat vinzuda said,

    December 19, 2014 @ 7:27 AM

    મસ્ત ગઝલ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment