મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.
હેમેન શાહ

बझम-ए-उर्दू : 09 : आदमी आदमी से मिलता है – ज़िगर मुरादाबादी

आदमी आदमी से मिलता है
दिल मगर कम किसी से मिलता है
[સીધી ને સટાક વાત. આપણે એકમેકને મળીએ તો છીએ પણ શું સાચા અર્થમાં?]

भूल जाता हूँ मैं सितम उस के
वो कुछ इस सादगी से मिलता है
[ફરી એકવાર res ipsa loquitar (સ્વયંસ્પષ્ટ) શેર.]

आज क्या बात है के फूलों का
रंग तेरी हँसी से मिलता है
[સૌંદર્યશૃંગારની પરાકાષ્ઠા.]

सिलसिला फ़ित्ना-ए-क़यामत का
तेरी ख़ुश-क़ामती से मिलता है
કયામતની મુસીબતનો સિલસિલો તારી સુડોળ કાયાને જઈ મળે છે [તારા સુંદર શરીરની સુડોળતા પોતે જ કંઈ કયામતથી કમ છે?!]

मिल के भी जो कभी नहीं मिलता
टूट कर दिल उसी से मिलता है
મળીને પણ જે કદી મળતો નથી, આ દિલ તૂટીને પણ એને જ જઈ મળે છે. [જિગર મુરાદાબાદી સરળ શેરોની હરીફાઈ માંડી બેઠા છે કે શું? પ્રથમ દૃષ્ટિએ સરળ ભાસતા આવા શેરને सहल-ए-मुम्तना અર્થાત ‘આભાસી સરળતા’ કહે છે.]

कार-ओ-बार-ए-जहाँ सँवरते हैं
होश जब बेख़ुदी से मिलता है
દુનિયાનો કારોબાર વધુ સારી રીતે ચાલશે જો હોંશ બેહોશીમાં ભળી જશે. [દુનિયાની સહુથી મોટી સમસ્યા એ માનવીનું કહેવાતું ડહાપણ જ છે. “નશામાં હોય છે સુખ દુખ જીવનના એક કક્ષા પર, શરાબીને જ આવે છે મજા સૂવાની રસ્તા પર” (મરીઝ). ગાલિબ પણ યાદ આવે: अच्छा है दिल के पास रहे पास्बान-ए-अक़्ल, लेकिन कभी कभी इसे तन्हा भी छोड दे।]

रुह को भी मज़ा मोहब्बत का,
दिल की हम-साएगी से मिलता है
આત્માને પણ મહોબ્બતની મજા પાડોશી દિલના કારણે જ આવે છે.[નિરંતર આરોહ-અવરોહવાળું દિલ પાસે છે એટલા માટે જ આપણને પ્રેમ કરવાની મજા આવે છે]

– जिगर मुरादाबादी

8 Comments »

 1. narendrasinh said,

  December 12, 2014 @ 3:10 am

  रुह को भी मज़ा मोहब्बत का,
  दिल की हम-साएगी से मिलता है
  ખુબ સુન્દર સરલ ગઝલ

 2. narendrasinh said,

  December 12, 2014 @ 3:11 am

  रुह को भी मज़ा मोहब्बत का,
  दिल की हम-साएगी से मिलता है
  ખુબ સુન્દર સરલ ગઝ્લ

 3. RAKESH said,

  December 12, 2014 @ 4:08 am

  अच्छा है दिल के पास रहे पास्बान-ए-अक़्ल, लेकिन कभी कभी इसे तन्हा भी छोड दे।]

  દો ઔર દો કા જોડ હમેશા ચાર કહા હોતા હૈ
  સોચ સમજવાલો કો થોડી નાદાની દે મૌલા.

 4. ધવલ said,

  December 12, 2014 @ 7:42 am

  कार-ओ-बार-ए-जहाँ सँवरते हैं
  होश जब बेख़ुदी से मिलता है

  – સલામ !

 5. suresh baxi said,

  December 12, 2014 @ 6:34 pm

  ગઝલ નો નશો આબિદા પરલ્વેીન ના આવાઝે ડબલ કરેી દેીધો.

 6. Dr. Manish V. Pandya said,

  December 13, 2014 @ 8:07 am

  ઉર્દુ ગઝલોમાં ઘણો જલસો પડી ગયો. સિલસિલો ચાલુ રાખશો. મારા જેવા ઘણા ઉર્દુ-રસિકોને તથા ગઝલ ના આશિકોને મજા પડી જશે.

 7. Rajnikant Vyas said,

  December 16, 2014 @ 11:53 pm

  ગઝલની સાથે સુપ્રસિદ્ધ ગઝલ ગાયકોને માણવાથી મજા બેવડાઈ ગઈ. આભાર!

 8. K. N. Sheth said,

  December 12, 2015 @ 9:20 am

  Really Glad for Urdu Ghazals along with referenced Audio, Video and Aswaad in Gujarati.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment