હવે જગાડ ન સૂતો છું હું હકીકતમાં,
જરાક વાર કરી તેં સવાર કરવામાં.
અશોક ચાવડા 'બેદિલ'

ગુજરાતી ભાષાના 200 શ્રેષ્ટ પુસ્તકો : તમને કયું ગમે છે ?


આરપાર મેગેઝીને એક ખાસ અંકમા ગુજરાતી ભાષાના 200 શ્રેષ્ટ પુસ્તકોની યાદી પ્રગટ કરી છે. દરેક પુસ્તકના નામ સાથે એનો ટૂંકો પરિચય પણ આપેલો છે. આ યાદીમાં દરેક જાતના પુસ્તકોનો સમાવેશ કરેલો છે.

અંગ્રેજી ભાષામાં આવી યાદીઓનો શિરસ્તો છે, ટોપ 10 કે ટોપ 100 પુસ્તકોની યાદી બધે જોવા મળે છે. પણ ગુજરાતીમાં આવી યાદી પહેલી જ વાર જોઈ.

આ યાદીમાંથી તમે કેટલા પુસ્તકો વાંચેલા છે ? આ યાદીમાંથી તમારું મનપસંદ પુસ્તક કયું ? આ યાદીમાં ન હોય, પણ ઉમેરવા જેવું કયું પુસ્તક છે ? ચર્ચા માટે મોકળું મેદાન છે. આપના અભિપ્રાય કોમેન્ટમાં જાણાવશો.

7 Comments »

  1. narmad said,

    November 7, 2005 @ 11:00 PM

    આ યાદીમાં મારાં સૌથી પ્રિય પાંચ પુસ્તકો : અમે બધા, અલગારી રખડપટ્ટી, થોડા નોખા જીવ, ધરતીની આરતી અને વિનોદની નજરે.

  2. Siddharth said,

    November 8, 2005 @ 8:33 PM

    ધવલભાઈ,

    આરપારનો આ અંક ખરેખર સુંદર છે. તેમા ઘણા સરસ પુસ્તકોની યાદી છે અને તે બધા વાંચવાનો સમય ક્યારેક તો મળશે જ તેવી આશા છે. આ પુસ્તકોમાં મારા પ્રિય એવા ક. મા. મુનશીનાં પુસ્તકોનો સમાવેશ થયો છે. કથારસથી ભરપૂર અને અલંકૃત ભાષાથી દરેક પાત્રને તાદ્શ કરતા ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા, રાજાધિરાજ વાંચવાની મજા જ કઈક ઓર છે, એ સાથે જ બક્ષીની ધારદાર કલમે લખાયેલ મહાજાતિ ગુજરાતી, ગુજરાતી હોવા બદલ ગૌરવ પ્રેરે છે, જો કે બક્ષીનામાનો સમાવેશ નથી થયો એ નવાઈ પમાડે છે. અન્ય પુસ્તકોમાં પ્રવાસ સાહિત્યમાં સુંદર ભાત પાડતા અમૃતલાલ વેંગડની “પરિક્ર્મા નર્મદામૈયાની” અને કાકા કાલેલકરની “હિમાલયની સફર” (શિર્ષક કદાચ 100% સાચુ ન પણ હોય) સમાવી શકાયા હોત. મારા મનમાં વિશ્વદર્શન પહેલા ભારતદર્શન પ્રથમ કરવાની ઈચ્છા આ બન્ને પુસ્તકોએ જગાવી છે.

    સિદ્ધાર્થ શાહ

  3. narmad said,

    November 8, 2005 @ 10:43 PM

    ખરી વાત છે, સિદ્ધાર્થ, ‘મહાજાતી ગુજરાતી’ એ ગુજરાતી ગૌરવનું પ્રતિક છે. ચંદ્રકાંત બક્ષીને વાંચવાની મઝા જ અલગ છે. કાકાસાહેબનું ‘હિમાલયનો પ્રવાસ’ પણ માણવાલાયક છે. એ જ રીતે તાજેતરના વર્ષોમાં પ્રિતી સેનગુપ્તાએ ગુજરાતી પ્રવાસવર્ણનોમાં નવી ભાત પાડી છે એ ખાસ માણવા જેવી છે.

  4. Shabbir said,

    November 10, 2005 @ 12:13 AM

    hello

  5. Pancham5 said,

    March 30, 2006 @ 1:28 AM

    It is really an excellent effort by AARPAAR. I was just curious to know, how many out books out of 200 I have read. I found 9 books I have read and 9 more books I have read partially. I have watched popular TV Serial Mr. Yogi. After reading this article only I came to know that it is from a Gujarati Book Kimbal RevanWood.

    This article bring me to my school days. All my Gujarati teacher become live in front of my eyes. I remember some of the books, we come to know as we had one lesson from it, as part of syllabus. Many books I borrowed and read from library at my native place. Few books from friends. Few novels are introduced by Chitralekha weekly magazine.

    Today I realize, oh! Those books are part of best 200 books list. I also realized that for last two years, after coming to Bangalore, I have not read any Gujarati book!! Really the literature gives us vision to understand the shuttle aspects of human relationship and society.

    Thanks Regards and AAVAJO.

    From Manish Panchmatia

  6. Dinesh C Patel, Librarian said,

    September 1, 2011 @ 3:16 AM

    Dear Sir,

    I am very happy. We are so many books purchased from our supplier Roopal Book Stall, Vallabh Vidyanagar, Anand for our Library in Vanche Gujarat, for gift purpose for our all faculties on their birthday and for school children, who has participent in vanche gujarat for prize for no. 1,2, & 3.

    THanks

    Bye

  7. harnish said,

    July 8, 2013 @ 6:38 AM

    aa link kevirite open krvi???????? plz give me ans

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment