મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !
ઓજસ પાલનપુરી

થાક્યો – ભગવતીકુમાર શર્મા

આ કારણ-અકારણ અજંપાથી થાક્યો;
હું કાંઠો છું, મોજાંથી મોજાંથી થાક્યો .

ન દેખાય છે ડુગડુગી કે ન ચાબુક;
અગોચર,અનાહત તમાશાથી થાક્યો .

બુલેટોની ફૂટતી નથી ધણધણાટી;
નિરંતર તકાતા તમંચાથી થાક્યો .

ન છૂટી શકાતું, ન બંધાયેલો છું;
હું શ્વાસોના કાયમ સકંજાથી થાક્યો .

સજાની હવે કેટલી રાહ જોવી ?
દલીલો-તહોમત-પુરાવાથી થાક્યો .

ક્ષમા તો કરી દીધી છે ક્યારની મેં;
છતાં મોકલાતા ખુલાસાથી થાક્યો .

મુબારક મને મારાં આંસુ અટૂલાં;
તમારા બધાંના દિલાસાથી થાક્યો .

-ભગવતીકુમાર શર્મા

10 Comments »

 1. Manish V. Pandya said,

  October 27, 2014 @ 2:38 am

  સુંદર…..

 2. Pushpakant Talati said,

  October 27, 2014 @ 3:50 am

  સરસ મજાનું ગીત.
  પણ પહેલી જ કડીની બીજી લીટી – “હું કાંઠો છું, મોજાંથી મોજાંથી થાક્યો” માં -” ……. મોજાંથી મોજાંથી થાક્યો….” એમ “મોજાંથી” શબ્દ કવિ દ્વારા બેવડાયો છે કે પછી આ શબ્દમાં કાંઈક ટાઈપિંગ error જેવું છે ? ખુલાશો કરવા વિનન્તી જે ખુબ જ જરુરી તેમજ આવકાર્ય પણ છે.
  આભાર – પુષ્પકાન્ત તલાટી

 3. munira ami said,

  October 27, 2014 @ 4:26 am

  સુન્દર ગઝલ!

 4. Dr Tirthesh Mehta said,

  October 27, 2014 @ 6:15 am

  No pushpkantbhai….its like that only.

 5. Pushpakant Talati said,

  October 27, 2014 @ 7:08 am

  આભાર તિર્થેષભાઈ,
  ” હું કાંઠો છું, મોજાંથી મોજાંથી થાક્યો ” – મતલબ કે કિનારો (સમુદ્રનો) ઉપરા ઉપરી આવતા મૌજાથી એટલે કે રીપીટૅડ મૌજાથી થાક્યો તેવું દર્શાવવા (કે કહેવા) શબ્દ ને જ બેવડાવી રીપીટેશન ના પર્યાયશબ્દ તરીકે યુઝ કરેલ હોય તેવું હું સમજ્યો.-
  આ ભા ર – પુષ્પકાન્ત તલટી

 6. Pushpakant Talati said,

  October 27, 2014 @ 7:09 am

  આભાર તિર્થેષભાઈ,
  ” હું કાંઠો છું, મોજાંથી મોજાંથી થાક્યો ” – મતલબ કે કિનારો (સમુદ્રનો) ઉપરા ઉપરી આવતા મૌજાથી એટલે કે રીપીટૅડ મૌજાથી થાક્યો તેવું દર્શાવવા (કે કહેવા) શબ્દ ને જ બેવડાવી રીપીટેશન ના પર્યાયશબ્દ તરીકે યુઝ કરેલ હોય તેવું હું સમજ્યો.-
  આ ભા ર – પુષ્પકાન્ત તલાટી

 7. Dhaval Shah said,

  October 27, 2014 @ 8:21 am

  ક્ષમા તો કરી દીધી છે ક્યારની મેં;
  છતાં મોકલાતા ખુલાસાથી થાક્યો .

  – સરસ !

 8. yogesh shukla said,

  October 27, 2014 @ 9:31 am

  આ બે લાઈન બહુજ ગમી

  મુબારક મને મારાં આંસુ અટૂલાં;
  તમારા બધાંના દિલાસાથી થાક્યો .

  -ભગવતીકુમાર શર્મા

 9. Suresh Shah said,

  October 27, 2014 @ 9:44 am

  પરિશ્રમ, સંઘર્શ, રિસામણા-મનામણા આ બધાનુ નામ જ જિંદગી છે.

  દલીલ તહોમત અને મોકલાતા પુરાવાથી થક્યો.

  ખૂબ સુંદર.

  આસ્વાદ કરાવવા બદલ આભાર.

  – સુરેશ શાહ, સિંગાપોર

 10. kiran j pandya said,

  October 27, 2014 @ 10:19 am

  સુન્દર કાવ્ય ફરેી ફરેી વાન્ચવાનુ મન થાય. Very nice poetry. Hats off for nice wording .expressing deep feelings.kjp

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment