હૈયામાં એનો પડઘો પડે તો જ મૂલ્ય છે,
અલ્લાહનો અવાજ મિનારે ન જોઈએ.
કુતુબ આઝાદ

(સુંદર હતા) – લક્ષ્મી ડોબરિયા

શું કહું કે કેટલા સુંદર હતા !
સાવ સાચા હોઠ પર ઉત્તર હતા !

મેં અહમ્ હળવેકથી છોડ્યો અને,
થઈ ગયા આષાઢ જે ચૈતર હતા !

હાથ ના પકડે હકીકત તોય શું ?
સ્વપ્ન જન્મ્યાં ત્યારથી પગભર હતાં !

આજના સંદર્ભમાં તાજા છતાં,
દર્દના કારણ ઘણાં પડતર હતાં !

ના જવાયું સાવ નજદીક એમની,
એ ઉપર થોડા, ઘણાં અંદર હતા !

– લક્ષ્મી ડોબરિયા

સાદ્યંત સુંદર રચના…

16 Comments »

  1. Dr. Manish V. Pandya said,

    December 19, 2014 @ 1:45 AM

    આપણામાંથી લગભગ બધાયને લાગુ પડે છે.
    “ના જવાયું સાવ નજદીક એમની,
    એ ઉપર થોડા, ઘણાં અંદર હતા !”

  2. narendrasinh said,

    December 19, 2014 @ 3:52 AM

    ખુબ સુન્દર રચના

  3. La Kant Thakkar said,

    December 19, 2014 @ 6:53 AM

    “મેં અહમ્ હળવેકથી છોડ્યો અને,
    થઈ ગયા આષાઢ જે ચૈતર હતા !”
    મૌસમનો માહોલ ખુદની દૃષ્ટિને શીર્ષાસન કરાવવાથી બદલી શકાય છે? !
    “સમજનું પરીઘ વિસ્તારી ઈશ્વર હું બનું !
    માણસપણું તજીને ચારે તરફ હું વિસ્તરું ,
    કુદરતના કરિશ્માને ધ્યાનથી નિહાળો,
    ખુદની હસ્તીને સમજીને ,સહી વિચારો ”
    -લા’ / ૧૯.૧૨.14

  4. bharat vinzuda said,

    December 19, 2014 @ 7:22 AM

    સરસ ગઝલ…..

  5. લક્ષ્મી ડોબરિયા said,

    December 19, 2014 @ 8:53 AM

    આભાર…. વિવેકભાઈ.

  6. Shah Pravinachandra Kasturchand said,

    December 19, 2014 @ 3:18 PM

    લક્ષ્મી હતી ચોતરફ વેરાયલી
    લેવા ગ્યા તો ડૉબરિયું થૈ ગઈ.

    ખરેખર ખૂબ સુંદર રચના !!!!!

  7. Pushpakant Talati said,

    December 19, 2014 @ 10:43 PM

    મુદ્રણ મિસ્ટેક ઉપર ધ્યાન દોરું ? – બીજી કડીમાં “આષાઢ” ની જગ્યાએ “અષાઢ” કરવાનો છે ?

    ઘણીજ સુન્દર રચના. – વળી La Kant Thakkar એ પણ સરસ શબ્દોથી સમજણ આપી કે – “મૌસમનો માહોલ ખુદની દૃષ્ટિને શીર્ષાસન કરાવવાથી બદલી શકાય છે? !”
    તેમની નિચેની પંક્તિઓ પણ પસંદ પડી. –
    “સમજનું પરીઘ વિસ્તારી ઈશ્વર હું બનું !
    માણસપણું તજીને ચારે તરફ હું વિસ્તરું;
    કુદરતના કરિશ્માને ધ્યાનથી નિહાળો,
    ખુદની હસ્તીને સમજીને, સહી વિચારો”

    થેન્ક યુ વેરી વેરી મચ -પુષ્પકાન્ત તલાટી

  8. La Kant Thakkar said,

    December 19, 2014 @ 11:35 PM

    હૃદયપૂર્વક આભાર પુષ્પકાન્તભાઈ (જોગાનુજોગ,હું ‘પુષ્પા-કાન્ત !)

  9. rekha said,

    December 19, 2014 @ 11:41 PM

    વાહ !!!!!!બહુ સરસ

  10. વિવેક said,

    December 20, 2014 @ 2:03 AM

    @ પુષ્પકાન્તભાઈ:

    ધ્યાન દોરવા બદલ આભાર… કવયિત્રીએ આષાઢ શબ્દ જ વાપર્યો છે…

  11. Vinod said,

    December 20, 2014 @ 10:26 AM

    “ના જવાયું સાવ નજદીક એમની,
    એ ઉપર થોડા, ઘણાં અંદર હતા
    અતી સુંદર!

  12. Sudhir Patel said,

    December 20, 2014 @ 10:37 PM

    ખૂબ સુંદર ગઝલ!

  13. સુનીલ શાહ said,

    December 20, 2014 @ 11:19 PM

    વાહ..સુંદર ગઝલ

  14. Labhshankar Bharad said,

    December 21, 2014 @ 12:54 AM

    ખૂબ સુંદર રચના. ધન્યવાદ.. જય શ્રી કૃષ્ણ !

  15. Harshad said,

    December 26, 2014 @ 8:45 PM

    Very Nice, congratulations.

  16. Jigar said,

    April 5, 2016 @ 8:08 AM

    superb !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment